Site icon Revoi.in

હવે ગોબર ગેસથી ચાલશે મારુતિના વાહનો,કંપનીએ કરી જાહેરાત

Social Share

મીડિયા અહેવાલો અનુસાર, દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને જાહેરાત કરી છે કે,ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત, તે કાર્બન ન્યુટ્રલ ICE એન્જિન વાહનો પણ રજૂ કરશે, જે CNG, બાયોગેસ અને ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલશે. ઉત્પાદક દ્વારા આ જાહેરાત સુઝુકી મોટર કોર્પોરેશનની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે.કંપની પાસે હાલમાં તેની લાઇનઅપમાં 14 CNG મોડલ છે.અને ભારતમાં CNG સેગમેન્ટમાં કંપનીનો બજારહિસ્સો 70% છે.

સુઝુકી મોટર કોર્પોરેશનએ જણાવ્યું હતું કે, “જો કે અમે આશા રાખીએ છીએ કે,ભારતીય બજાર વિત વર્ષ 30 સુધી વધશે.ઉત્પાદનોમાંથી CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરવા છતાં,અમે એ આશા રાખીએ છીએ કે કુલ CO2 ઉત્સર્જન રાશિમાં વધારો રોકવામાં આવતા નથી.અમે વેચાણ યુનિટ્સને વધારવા અને કુલ CO2 ઉત્સર્જનને ઓછા કરવા વચ્ચે સંતુલન બનવાની ચુનોતી આપશે.

સુઝુકીએ બાયોગેસની ચકાસણી માટે ભારતીય એજન્સી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને એશિયાની સૌથી મોટી ડેરી ઉત્પાદક બનાસ ડેરી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય કંપનીએ જાપાનની Fujisan Asagiri Biomass LLCમાં પણ રોકાણ કર્યું છે.જે ગાયના છાણમાંથી મેળવેલા બાયોગેસની મદદથી વીજળીનું ઉત્પાદન કરે છે.સુઝુકીએ આ રોકાણ ઓક્ટોબર 2022માં કર્યું હતું. 2021માં સ્થપાયેલ અસાગિરી બાયોમાસ પ્લાન્ટ, માર્ચ 2023 સુધીમાં વીજળીનું વેચાણ શરૂ કરવાની યોજના ધરાવે છે.