Site icon Revoi.in

હવે બાળકોને કોરોના સામે રક્ષણ આપવાની તૈયારીઃ સપ્ટેમ્બરમાં બાળકો માટે આવી શકે છે કોરોનાની વેક્સિન 

Social Share

 

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે,ત્યારે આ લહેરમાં બાળકો માટે ખૂબ ચિંતા દર્વામાં આવી રહી છે,અનેક નિષ્ણાંતોએ બાળકો માટે આ ત્રીજી કોરોનાની લહેર જોખમી ગણાવી હતી જેને લઈને દેશભરમાં બાળકો માટે કોરોનાની વેક્સિનની પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે, હાલ દેશમાં કોરોના સામે કોવિશીલ્ડ અને કોવેક્સિન તથા સ્પુતનિક વીની વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે તેની સાથે સાથે બાળકોને પણ કોરોનામાંથી બચાવવાના સતત પ્રયત્નો હેઠળ વેક્સિન વિકસાવવામાં આવી છે.જે પરિક્ષણ હેઠળ જોવા મળે છે.

બાળકો પર જોખમની વાતો વચ્ચે હવે બાળકોની વેક્સિનને લઈને એઈમ્સના ડોક્ટર રણદીપ ગુલેરીયા તરફથી કહેવામાં આવ્યું હતું કે,હાલ બાળકો માટેની કોવેક્સિનનું પરિક્ષણ ચાલી રહ્યું છે,આ સાથે જ સપ્ટેમ્બર સુધી તેનું પરિણામ આવી શકે છે,જો પરિણામો સકારાત્મક આવે છે તો તેના પછીના મહિનામાં વેક્સિન મળવાની શક્યતાઓ છે.

આ મામલે 22 જૂનના રોજ રણદીપ ગુલેરિયાએ મીડિયાને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની વેક્સિન રસી ઉપલબ્ધ થઈ જશે. દેશમાં હાલમાં કોવેક્સિન ઉપરાંત બાળકો માટે ઝાયડસ કેડિલાની વેક્સિનના પણ પરીક્ષણો પણ ચાલી રહી છે.

આ સમગ્ર બાબતે 7 મી જૂને, દિલ્હી એઇમ્સે 2 થી 17 વર્ષની વયનાં બાળકોનું કોરોનાની વેક્સિનના પરીક્ષણ માટે સ્ક્રીનીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું . 12 મેના રોજ ડીસીજીઆઈએ ભારત બાયોટેકને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોવેક્સિનના બીજા તબક્કા અને ત્રીજા ચરણના પરીક્ષણો કરવાની મંજૂરી આપી હતી.

આ પરિક્ષણ બાળકોની ઉંમર પ્રમાણેની કેટેગરીમાં વિભાજીત કરાઈ છે,જેમાં દેરક વયજૂથમાં 175 બાળકોનો સમાવેયસ કરવામાં આવ્યો છે, બીજો ડોઝ પુરો થયા બાદ એક છેલ્લો રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેનાથી એ વાત સ્પષ્ટ સાબિત થશે કે આ વેક્સિન બાળકો માટે કેટલી સુરક્ષિત છે.

 

Exit mobile version