- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત
- હવે સક્રિય કેસો 10 હજારથી ઓછા
- દૈનિક નોંધાતા કેસની સંખ્યા 1 હજારથી ઓછી
દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનામાં રાહત જોવા મળી રહી છે જ્યા એક તરફ ચીન જેવા દેશમાં ફરી કોરોનાએ માથુ ઊંચક્યું છે ત્યા ભારતમાં કોરોનાના વળતા પાણી જોવા મળે છે,દેશમાં દેનિક નોંધાતા કેસનો આંકડો 1 હજારની અંદર આવી ચૂક્યો છે તો બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ 10 હજાર કરતા ઓછી જોઈ શકાય છે આ જોતા એમ કહી કાયકે હવે કોરોનાની ગતિ અતિશય ઘીમી પડી ચૂકી છે,કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કોરોનાના કુલ 547 નવા કેસ નોંધાયા છે અને 1 સંક્રમિત વ્યક્તિનું મોત નિપજ્યું છે. હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 46 લાખ 66 હજાર 924 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ લોકો સાજા થયા છે. આ સાથે, કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 9 હજાર 468 થઈ ગઈ છે.આથી એમ કહી શકાય છે હવે કોરોનાના નવા નોંધાતા દર્દીઓની સંખ્યાની સરખઆમણીમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી છે.
આ સાથે જ એપ્રિલ 2022 પછી પ્રથમ વખત દેશમાં કોરોનાના રોજના એક હજારથી ઓછા કેસ નોંધાય રહ્યો છે. 8 એપ્રિલ 2020ના રોજ દેશમાં કોરોનાના 540 કેસ નોંધાયા હતા.આ સહીત એપ્રિલ 2020 પછી પ્રથમ વખત સક્રિય દર્દીઓની સંખ્યામાં 10,000નો ઘટાડો થતો જોઈ શકાયો છે . માહિતી અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.02 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો દર વધીને 98.79 ટકા થઈ ગયો છે.જ્યારે મૃત્યુ દર હવે માત્ર 1.19 ટકા જ જોવા મળે છે.