Site icon Revoi.in

હવે વર્ચુઅલ વર્લ્ડમાં પણ થયો ગેંગરેપ, આભાસી દુનિયામાં પણ ફરી રહ્યા છે રેપિસ્ટ!

Social Share

નવી દિલ્હી: દેશ-દુનિયામાં એવી ઘણી જગ્યા છે જેને મહિલાઓ માટે બિલકુલ સુરક્ષિત માનવામાં આવતી નથી. વર્ચુઅલ વર્લ્ડમાં બળાત્કારની ઘટનાઓ બાદ હવે એ સવાલ ઉઠવો યોગ્ય છે કે શું એવી કોઈ જગ્યા છે, જ્યાં મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત છે? દુનિયાભરમાં વર્ચુઅલ વર્લ્ડમાં રેપ, ગેંગરેપ અને યૌન હિંસાના મામલા વધી રહ્યા છે. તાજેતરમાં બ્રિટનમાં 16 વર્ષની એક કિશોરી સાથે વર્ચુઅલ ગેંગરેપની ઘટના સામે આવી છે. બ્રિટિશ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. બ્રિટનમાં આ પ્રકારનો આ પહેલો મામલો છે.

મેટાવર્સમાં એક વર્ચુઅલ રિયાલિટી ગેમમાં બ્રિટનની એક કિશોરી પર યૌન હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ડિજિટલ વર્લ્ડમાં લોકો વીઆર હેડસેટનો ઉપયોગ કરીને ઓનલાઈન અવતાર દ્વારા વાતચીત કરી શકાય છે. ઘટનામાં અજાણ્યા લોકોના એક સમૂહે 16 વર્ષની કિશોરી સાથે વર્ચુઅલ રિયલિટી વીડિયો ગેમમાં ગેંગરેપ કર્યો. પોલીસ મુજબ, કિશોરીને બિલકુલ એવા પ્રકારનો મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આઘાત થયો છે, જેવું વાસ્તવિક દુનિયામાં ગેંગરેપની શિકાર મહિલાઓને થાય છે. વર્ચુઅલ રિયાલિટી વીડિયો ગેમ્સમાં લોકોને એવું મહેસૂસ થયું છે, જેવું તેઓ ખુદ તેનો હિસ્સો છે. તેવામા વીઆરમાં થનારી ઘટનાઓની તેમના દિમાગ પર પુરી અસર થાય છે.

વર્ચુઅલ વર્લ્ડમાં રેપની થાય છે મનોવૈજ્ઞાનિક અસર-

બ્રિટિશ પોલીસનું કહેવું છે કે પીડિત પર ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક અસર થાય છે, જે કોઈપણ શારીરિક ઈજાની સરખામણીએ વધુ લાંબો સમય અસર કરે છે. આ કાયદાનો અમલ કરનારી એજન્સીઓની સામે ઘણાં નવા પડકારો ઉભા કરી રહ્યું છે. આવી ઘટનાઓને રોકવા માટે હાલ કોઈ કાયદો નથી. ડેલી મેલના એક રિપોર્ટ મુજબ, વર્ચુઅલ રેપ મેટાર્સમાં ઓનલાઈન થનારું યૌન શોષણ છે. જો કે તેમાં કોઈ શારીરિક હુમલો થતો નથી. પરંતુ તેનાથી મનોવૈજ્ઞાનિક આઘાત થવા અને પીડિતના માનસિક આરોગ્ય પર ખરાબ અસર પડવાની આશંકા રહે છે. બેશક આ બ્રિટનનો આવો પહેલો મામલો છે. પરંતુ તે વર્ચુઅલ વર્લ્ડમાં નવો અથવા પહેલો મામલો નથી.

હવે મેટાવર્સમાં યૌન અપરાધ થઈ ગયા છે ઘણાં સામાન્ય-

બ્રિટનની રાષ્ટ્રીય પોલીસ પ્રમુખોની પરિષદે બાળ સંરક્ષણ અને દુર્વ્યવહારના તપાસ પ્રમુખ ઈયાન ક્રિચલેનું કહેવું છે કે મેટાવર્સ રેપિસ્ટો માટે બાળકો અને મહિલાઓ વિરુદ્ધ ભયાનક અપરાધ કરવાને સૌથી વધુ આસાન માધ્યમ બની ગયું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ છે કે મેટાવર્સમાં યૌન અપરાધ હવે ઘણું વ્યાપક બની ગયું છે. ફેબ્રુઆરી- 2022માં લંડનના નીના જેન પટેલે કહ્યું હતું કે કેવી રીતે મેટાવર્સ પ્લેટફોર્મ હોરાઈઝન વેન્યૂઝમાં ત્રણથી ચાર અવતારોની એક ગેંગે તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું. મેટાવર્સ રિસર્ચ કાબુની વેન્ચર્સની કો-ફાઉન્ડર અને ઉપાધ્યક્ષ પટેલે એક પોસ્ટમાં લખ્યું છે કે તેમણે મારા અવતાર સાથે ગેંગરેપ કર્યો. જ્યારે મેં ભાગવાની કોશિશ કરી, તેમણે મારી તસવીરો લઈ લીધી.

વાસ્તવિક જેવી જ થાય છે શારીરિક-માનસિક પ્રતિક્રિયા-

પટેલે કહ્યુ છે કે ઘટનાને લઈને મારી શારીરિક અને માનસિક પ્રતિક્રિયા બિલકુલ એવી હતી, જેવી તે અસલમાં થઈ રહી છે. તેમણે એક ન્યૂઝચેનલને જણાવ્યું હતું કે હુમલા દરમિયાન તે બેહોશ થઈ ગયા હતા. મેટાવર્સના સેફ્ટી ફીચર્સનો ઉપયોગ કરવાની કોશિશ દરમિયાન તે કન્ટ્રોલર્સમાં ગુંચવાઈ ગઈ. જે યૂઝર્સને બ્લોક કરવા અને રિપોર્ટ કરવાની સુવિધા આપે છે. તેમના પ્રમાણે, જ્યારે તે હુમલાખોરોને થંભવાનું કહી રહી હતી, તો તેને અહેસાસ થયો કે તેમણે બહાર નીકળવું જોઈએ. તે સમયે આ ગેંગની વાો આક્રમક થઈ રહી હતી. આખરમાં પટેલે વીઆર હેડસેટ હટાવી દીધો. તે કહે છે કે તેમને આજે પણ હુમલાખોરનું હાસ્ય સંભળાય છે. પટેલ મુજબ, તે હુમલાખોરોની ઓળખ અથવા નામ જાણતી ન હતી. માટે રિપોર્ટ અથવા બ્લોક કરી શકી નથી.

મેટાવર્સ રેપિસ્ટોના નિશાન પર રહે છે મહિલાઓ-બાળકો

વર્ચુઅલ વર્લ્ડમાં યૌન ઉત્પીડનના મામલા ઘણાં સામાન્ય થઈ ગયા છે. હુમલાખોરોના નિશાના પર બાળકો ને મહિલાઓ હોય છે. ડિસેમ્બર, 2021માં પત્રકાર હ્યૂગો રિફકાઈન્ડ પણ હોરાઈઝન વર્લ્ડ્સમાં યૌન ઉત્પીડનનનો શિકાર થઈ હતી. ધ ટાઈમ્સે એક લેખમાં તેમણે લખ્યુ છે કે તે એક દોસ્તની સાથે એક વર્ચુઅલ બિલી ઈલિશ કોન્સર્ટમાં જઈ રહી હતી. ત્યારે એક ડરામણાં ટકલા વ્યક્તિએ તેમના અવતાર પર પોતાના અવતારથી હુમલો કર્યો. બ્રિટિશ નોન પ્રોફિટ સંસ્થા સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટે ડિસેમ્બર, 2021માં કરવામાં આવેલા રિસર્ચમાં જોયું કે મેટાવર્સમાં યૌન ઉત્પીડન અને હુમલાના ઘણાં મામલા સામે આવ્યા છે. સીસીડીના શોધ પ્રમુખ કેલમ હૂડે કહ્યુ છે કે મેટાવર્સમાં યૌન સામગ્રી સામાન્ય છે. મોટાભાગે આ યૌન હિંસા તરીકે સામે આવ્યું છે. રિસર્ચ દરમિયાન અમે ઘણાં યૂઝર્સને અન્ય યૂઝર્સના આભાસી યૌન ઉત્પીડન કરતા જોયા. યૂઝર્સને રેપની ધમકીઓ આપવાના પુરાવા પણ એકઠા કર્યા.

વર્ચુઅલ રેપ માટે શું છે સજાની જોગવાઈ-

બ્રિટનમાં વર્ચુઅલ વર્લ્ડમાં યૌન અપરાધો માટે કોઈ કેસ ચલાવી શકાશે નહીં. ડેલી મેલના અહેવાલ મુજબ, હાલ કાયદામાં મેટાવર્સમાં રેપને સામેલ કરવાની આશા પણ નથી. યૌન અપરાધ અધિનિયમમાં યૌન ઉત્પીડનને કોઈ વ્યક્તિની સંમતિ વગર શારીરિક સ્પર્શ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. બ્રિટનના ગૃહ મંત્રી જેમ્સ ક્લેવરલીએ કહ્યુ છે કે બ્રિટનના કિશોરોએ ગેંગરેપનો અનુભવ કર્યો છે. માટે તેમણે મામલામાં તપાસનું સમર્થન કર્યું હતું. વિશ્વના એક્સપર્ટ ચિંતિત છે કે વર્ચુઅલ સ્પેસ યૌન અપરાધીઓનું કેન્દ્ર બની શકે છે. જેથી તે તમામ દેશોની સરકારો સમક્ષ કાયદામાં જલ્દી સંશોધનની માગણી કરી રહ્યા છીએ.

મામલાઓનો સામનો કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ-

ભારતીય લૉ ફર્મ નિશિથ દેસાઈ એસોસિએટ્સના હુજેફા તવાવાલાનું કહેવું છે કે મેટાવર્સમાં ગુનાહિત દાયિત્વ નક્કી કરવું મુશ્કેલ હશે. તેના ઘણાં પડકારો છે. શારીરિક સ્પર્શ વગર યૌન ઉત્પીડન સાબિત કરવા માટે કાયદાઓમાં પરિવર્તનની જરૂરત હશે. બીજી મુશ્કેલી એ નક્કી કરવાની છે કે આવા મામલાઓને કઈ એજન્સીના અધિકાર ક્ષેત્રમાં રાખવામાં આવશે, કારણ કે પીડિત અને ગુનેગાર  બંને અલગ-અલગ દેશોમાંથી હોઈ શકે છે. મેટાના એક પ્રવક્તાનું કહેવુંછે કે આ પ્રકારના વ્યવહારની અમારા પ્લેટફોર્મ પર કોઈ જગ્યા નથી. તેને ધ્યાનમાં રાખતા તમામ યૂઝર્સ માટે અમારી પાસે વ્યક્તિગત સીમા નામની એક ઓટોમેટિક સેફ્ટી છે, જે અજાણ્યા લોકોને તમારાથી કેટલાક અંતરે રાખે છે.