Site icon Revoi.in

હવે ઈસ્લામિક દેશના સંગઠને  હિજાબ વિવાદ મામલે  ટાપસી પુરી – ભારતે મૂહતોડ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી

Social Share

 

દિલ્હીઃ- દેશના રાજ્ય કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ વિશ્વસ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે , આંતરાષ્ટ્રીય સ્તરે પણ હિજાબ વિવાદ મામલે પ્રતિક્રિયાઓ મળી રહી છે, કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવાના વિવાદે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.

આ મામલે હવે  મુસ્લિમ દેશોના સંગઠન ઈસ્લામિક સહકારે આ મુદ્દે ટિપ્પણી કરી છે અને ભારતને સલાહ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એ ટ્વિટ કર્યું છે અને તેમાં લખ્યું છે કે, ‘ઈસ્લામિક સહકાર સંગઠનનું સચિવાલય માંગ કરે છે કે ભારત મુસ્લિમ સમુદાયની સુરક્ષા, હિતોનું ધ્યાન રાખે. ઇસ્લામને અનુસરતા લોકોની જીવનશૈલીનું રક્ષણ કરે. આ સિવાય હિંસા ભડકાવનારા અને નફરતના ગુના કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે હસ્તક્ષેપ કરવા અને માનવ અધિકારોના રક્ષણ માટે પ્રયાસો કરવા હાકલ કરી છે,આ સાથે જ આ સંગઠન દ્વારા હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદ દરમિયાન નફરતભર્યા ભાષણને લઈને ભારતને ઉપદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો કે ભારત આ મામલે ચુપ બસ્યું નથી ,તેઓની આવી પ્રતિક્રિયા પર ભારતે પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભારતમાં તમામ ધર્મના લોકો ખુશ છે અને સુખીથી જીવન જીલી જ રહ્યા છે. લઘુમતી બાબતોના મંત્રી એવા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ભારતને કોઈ ઉપદેશ આપવાની જરુર નથી. તેણે સ્પષ્ટ  પણે એમ પણ કહ્યું કે શું પાકિસ્તાનમાં કોઈ યુવતી જય શ્રી રામ બોલી શકે છે.આમ ભારતે ઈસ્લામિક સંગઠને ટચાપસી પુરતા તેમની બોલતી બંદ કરી હતી.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે જો પાકિસ્તાનમાં કોઈ છોકરીએ જય શ્રી રામનો નારા લગાવ્યો હોત તો તેનું માથું ઘડથી અલગ કરી દેવાયું હોત . ઈસ્લામિક સહકાર સંગઠનમાં કુલ 57 મુસ્લિમ દેશો સામેલ છે, જેમાં પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા જેવા મોટા મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે. જો કે તેમની ભઆરત હવે બોલતી બંધ કરી છે,પાકિસ્તાનનું ઉદાહરણ આપીને ભારતે તેમને વળતો જવાબ આપ્યો હતો