Site icon Revoi.in

હવે હવામાં ઉડતા જોવા મળશે વાહનો,આ કંપનીએ રજૂ કર્યો ફ્લાઈંગ કારનો પ્રોટોટાઈપ

Social Share

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો રસ્તાઓ પર દોડવાને બદલે જો વાહનો હવામાં ઉડવા લાગે તો શું થશે.તે હોલિવૂડની કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગશે અથવા તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું કોઈ દ્રશ્ય તમારી આંખો સામે ફરવા લાગશે.તમારી આ કલ્પના ટૂંક સમયમાં વાસ્તવિકતામાં બદલાવાની છે.

આવી ઇલેક્ટ્રિક કારનો પ્રોટોટાઈપ CES 2023માં રજૂ કરવામાં આવ્યો છે,જે રસ્તા પર ચાલવાની સાથે હવામાં ઉડતી પણ જોવા મળશે.યુએસ સ્થિત કંપની Askaએ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં AskaA5 પ્રોટોટાઈપ રજૂ કર્યો છે.આ કારની ખાસિયત એ હશે કે તે હેલિકોપ્ટરની જેમ ઊભી રીતે ટેકઓફ અને લેન્ડ કરી શકશે.તે 4 સીટર કાર હશે.

AskaA5માં લિથિયમ આયન બેટરી આપવામાં આવશે,જે સિંગલ ચાર્જ પર 402 કિમીની રેન્જ આપશે.આ સિવાય ઈન-વ્હીલ ઇલેક્ટ્રિક મોટર અને ઓલ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્શન ટેક્નોલોજીનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

એવું અનુમાન છે કે, 2026 સુધીમાં તેને અમેરિકાના મુખ્ય બજારોમાં લોન્ચ કરવામાં આવશે.આ કારના લોન્ચિંગ સાથે ભારે ટ્રાફિકની સમસ્યામાં પણ મોટા શહેરોમાં સરળતાથી મુસાફરી કરી શકાશે.