Site icon Revoi.in

હવે શિયાળામાં કોઈ સમસ્યા નહીં થાય…તમારે તમારી બેગમાં આ વસ્તુઓ રાખવી જોઈએ…

Social Share

વિન્ટર ટિપ્સ: શિયાળાને વધુ ખુશનુમા બનાવવા માટે દરેક મહિલાએ પોતાની બેગમાં આ વસ્તુઓ રાખવી જોઈએ, જે તમારી નાની નાની જરુરીયાતો પુરી કરી શકે છે અને શિયાળમાં થતી સમસ્યાઓથી બચી શકાય છે.
• મોઈશ્ચરાઈઝર
શિયાળમાં ત્વચા ખૂબજ શુષ્ક થઈ જાય છે, આવી સ્થિતિમાં માત્ર એકવાર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવવાથી ફાયદો નહીં થાય, તેથી તમારે તમારા બેગમાં એક નાનું મોઈશ્ચરાઈઝર રાખવું જોઈઅ અને જ્યારે પણ તમે હાથ કે પગમાં શુષ્કતા અનુભવો ત્યારે મોઈશ્ચરાઝિંગ ક્રીમનો ઉપયોગ કરો.
• લિપ બામ
હોઠ આપણા શરીરનો સૌથી નાજુક ભાગ છે અને તેના પર ઠંડીની અસર વધારે થાય છે. તે શિયાળામાં ફાટવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં તમારે તમારી બેગમાં એક સારુ લિપ બામ અથવા વેસલિન રાખો, અને તેને સમયસર પોતાના હોઠ પર લગાવો.
• સ્ટ્રિપ્સિલ્સ અથવા વિક્સની ગોળીઓ
શિયાળાની ઋતુમાં ગળામાં દુખાવો થવો તે પણ સામાન્ય બાબત છે, તેનાથી બચવા માટે ગળાના દુખાવાને દૂર કરવા માટે તમારી બેગમાં સ્ટ્રિપ્સિલ્સ અથવા વિક્સ રાખો અને જરૂર પડે તો તેનો ઉપયોગ કરો.
• ટિશ્યુ પેપર
શિયાળાની ઋતુમાં છીંક આવવી કે ખાંસી આવવી એ સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં, રૂમાલને બદલે તમારી જોડે ટિશ્યુ પેપર રાખો અને છીંક કે ખાંસી વખતે તેનો ઉપયોગ કરી તેને ફેંકી દો.
• સનસ્ક્રીન
ભલે શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો એટલા ડંખતા નથી, પરંતુ તેના યુવી કિરણો એટલા ત્વચા પર નકારાત્મક અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે બેગમાં સનસ્ક્રીન રાખવું જોઈએ અને દર 3 થી 4 કલાક પછી તેને તમારી સ્કીન પર લગાવતા રહેવું જોઈએ.