Site icon Revoi.in

હવે મહિલા સૈનિકોને પણ ઓફિસર્સ ની જેમ મળશે મેટરનિટી અને પ્રસૂતિ-બાળ સંભાળ ની રજાઓ

Social Share

દિલ્હી- સામાન્ય રીતે સરકારની નોકરી કરતી મહિલા ને પ્રસુતિ દરમિયાન સરકાર રજા આપે છે ત્યારે હવે સેનામાં નોકરી કરતી મહિલાઓ ને પણ આ રાજાઓનો લાભ મળવા જઇ  રહ્યો છે  ભારતીય સેનાની મહિલા સૈનિકોને સરકારે દિવાળીની શાનદાર ભેટ આપી છે. હવે મહિલા સૈનિકોને પણ મહિલા અધિકારીઓની જેમ જ પ્રસૂતિ રજા મળશે.

આ સાથેકજ સેનામાં નોકરી કરતી મહિલાઓને તેમને બાળકોની સંભાળ રાખવા અને બાળકને દત્તક લેવા માટે અધિકારીઓની જેમ જ રજા મળશે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના અધિકારી સમકક્ષોની જેમ મહિલા સૈનિકો માટે રજાની જોગવાઈને મંજૂરી આપી હતી. હવે નેવી, આર્મી અને એરફોર્સમાં મહિલા સૈનિકોને મહિલા અધિકારીઓની જેમ રજા આપવામાં આવશે.

આ નિયમો જાહેર થતાં સેનામાં તમામ મહિલાઓને આ  રજાઓ આપવામાં આવશે. રજાના નિયમો દરેકને સમાન રીતે લાગુ પડશે, પછી તે અધિકારીઓ હોય કે અન્ય કોઈ રેન્ક. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં મહિલા સૈનિકો, નાવિક અને એરમેન માટે પ્રસૂતિ, બાળ સંભાળ અને બાળ દત્તક રજાના નિયમોમાં સુધારો કર્યો છે. આ નિર્ણય સશસ્ત્ર દળોમાં તમામ મહિલાઓની સમાવેશી ભાગીદારીના સંરક્ષણ પ્રધાનના વિઝનને અનુરૂપ છે.

સેનામાં મહિલાઓનો દરજ્જો ગમે તે હોય, રજાની જોગવાઈ બધા માટે સમાન રહેશે. રજાના નિયમોના વિસ્તરણથી સશસ્ત્ર દળો સાથે સંબંધિત મહિલા-વિશિષ્ટ કૌટુંબિક અને સામાજિક મુદ્દાઓ સાથે વ્યવહાર કરવામાં સરળતા રહેશે. આ માપદંડ સેનામાં મહિલાઓની કામકાજની સ્થિતિમાં સુધારો કરવામાં મદદ કરશે અને તેમને વ્યાવસાયિક અને પારિવારિક જીવનને વધુ સારી રીતે સંતુલિત કરવામાં મદદ કરશે.