Site icon Revoi.in

હવે સ્નાતક બાદ પણ કરી શકાશે પીએચડી , યુજીસી ની જાહેરાત 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી થઈ શકશે પીએચડી

Social Share

દિલ્હીઃ- શિક્ષણ જગત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા ચે, સામાન્ય રીત ેપીએમડીની ડિગ્રી મેળવવા માટે તમારે માસ્ટર્સ કરવુંવપડતુ હતું જો કે હવે યુજીસીએ આ મામલે મોટી જાહેરાત કરી છે કે હવેથી પીએચડી કરવા માટે ગ્રેજ્યુએશન પણ ચાલશે અર્થાત જો તમે સ્નાતક છો અને પીએચડી કરવું છે તો તમે કરી શકશો.

પ્રાપ્ત વિગત પ્રમાણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ના અધ્યક્ષ એમ જગદીશ કુમારે બુધવારના રોજ નવી શિક્ષણ નીતિ હેઠળ માહિતી શેર કરી. તેમણે કહ્યું કે હવે સ્નાતક થયાના ચાર વર્ષ બાદ વિદ્યાર્થીઓ પીએચડીમાં સીધો પ્રવેશ લઈ શકશે. તેમને હવે માસ્ટર ડિગ્રી મેળવવાની જરૂર રહેશે નહીં.

એટલે કે જે વિદ્યાર્થી 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ કરશે, તે સીધો પીએચડી કરી શકશે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે બુધવારે કહ્યું હતું કે ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ પીએચડી કરી શકશે. આ સાથે જ તેમણે કહ્યું કે નવી પેટર્ન હેઠળ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી સીધા જ પીએચડી કરી શકશે.

આ સાથે જ 3 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ ત્યા સુધી ચાલુ જ રહેશે કે જ્યા સુધી ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ સંપૂર્ણ રીતે અમલમાં ન આવે.યુનિવર્સિટીઓએ સન્માનની ડિગ્રી માટે ચાર વર્ષના માળખામાં જવું ફરજિયાત છે કે નહી તે બાબતે પણ તેમણે કહ્યું કે, ‘તે યુનિવર્સિટીઓ પર છોડી દેવામાં આવ્યું છે.

FYUPનો શું થશે લાભ

વિદ્યાર્થીઓને પહેલો ફાયદો એ થશે કે તેમને પીએચ.ડી કરવા માટે માસ્ટર ડિગ્રી કરવાની જરૂર નહીં પડે. તે આ માટે સિંગલ અથવા ડબલ મેજર પણ લઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એફવાયયુપીનો સંપૂર્ણ અમલ ક્યારે થવાની અપેક્ષા છે, દેશની તમામ 45 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આગામી સત્રથી 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો લાગુ કરવામાં આવ્યા છે. તમામ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો સાથે મોટાભાગની રાજ્ય સ્તરની અને પ્રાઈવેટ વિશ્વવિદ્યાલયો પણ 4 વર્ષનો અંડરગ્રેજ્યુએટ કોર્સ લાગુ કરે છે. આ ઉપરાંત દેશભરની ઘણી ડીમ્ડ ટૂ બી યુનિવર્સિટીઓ પણ આ 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમને લાગુ કરવા માટે તેમની સહમતિ દર્શાવી રહી છે.