Site icon Revoi.in

ઘરની દિવાલને સજાવવા માટે વોલ પેપરનો ટ્રેન્ડ વધ્યો- ઓછા ખર્ચમાં ઘરને આપી શકાય છે મનગમતો લૂક

Social Share

આજકાલ ઘરની શોભા વધારવા માટે ઘરની વોલને અવનવા કલરથી તો રંગવામાં આવે જ છે, પરંતુ હવે આ વોલને ખાસ ડેકોરેટ કરવા માટે વોલ પર કલર વડે જૂદી જૂદી પ્રિન્ટ કરાવવામાં આવે છે, સાથે જ હવે તો રેડીમેટ વોલપેપરનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે.જે રીતે પહેલા કલર કરાવીને વોલ પર અલગ કલરથી મનગમતું ડ્રોઈંગ કરાવતા હતા તે રીતે હવે સ્ટિકર જેવા વોલપેપરે તેની જગા લઈ લીધી છે.

દિવાલને સજાવવા માટે હવે વોલ પેપર બેસ્ટ ઓપ્શન છે,વોલ પેપરથી તમે તમારો મનગમતો લૂક બેડરુમ અને હોલને આપી શકો છો, આ પ્રકારના વોલપેપરથી તમે તમારા બેડરૂમનું વાતાવરણ રોમેન્ટિક બનાવી શકો છો.

બેડરુમને આપો રોમેન્ટિક લૂકઃ- તમે બેડરૂમને રોનમેન્ટિક લૂક આપવા માટે પિંક કલર કરીને લાઈટ બ્લૂ પરદા લગાવીને રૂમને અલગ લૂક આપી શકો છો.જેનાથી તમને અલગ અનુભુતિ થશે.

હોલને બનાવો સમુન્દરઃ- આજ કાલ દરિયાના દ્રશ્યોવાળા વોલપેપર પણ એવેલિબલ હોય છે, જો તમે હોલમાં પાણી વાળું લૂક આપવા માંગતા હોવ તો તમે આ પ્રકારના વોલપેરૃપર લગાવીને ઘરમાં બેસીને જાણે બીચની મજા માણી શકો છો.

એન્ટિક લૂકઃ- જો તમે ચમારા ઘરને એન્ટિક લૂક આપવા માંગતા હોવ તો તમે જૂની એન્ટિક વસ્તુઓના પેઈન્ટિંગ વાળા બનેલા વોલ પેપર લગાવી શકો છો, જેનાથી તમારા ઘરનો લૂક એન્ટિક લાગશે.

ક્લાસિક લૂકઃ જો તમે રુમ ને કે હોલને ક્લાસિક લૂક આપવા માંગતા હોવ તો વૂડન કલરના વોલ પેપરની પસંદગી બેસ્ટ ઓપ્શન છે, બેડ રુમ હોય કે પછી હોલ હોય કે પછી કિચન જો તેમાં વૂડન કલરના વોલપેપર લગાવશો તો તમારા ઘરનો લૂક ક્લાસિક બનશે.