Site icon Revoi.in

NTPC: નવ મહિનામાં 295 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન, ગયા વર્ષની સરખામણીએ 11 ટકા વધારે

Social Share

ભારતની સૌથી મોટી પાવર જનરેટિંગ કંપની NTPC એ એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 295.4 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 11.6 ટકા વધુ છે. એકલ આધાર પર, NTPC એ એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 254.6 બિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 16.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

કોલસાના પ્લાન્ટોએ FY2023માં 9 મહિનાના સમયગાળા માટે 73.7 ટકાનો PLF નોંધાવ્યો હતો, જે FY2022માં સમાન સમયગાળા માટે 68.5 ટકા હતો. NTPC ની શાનદાર કામગીરી NTPC એન્જિનિયરોની નિપુણતા, સંચાલન અને જાળવણી પ્રથાઓ અને NTPC સિસ્ટમ્સની સાક્ષી છે. NTPC એ 14.6 MMT ઉત્પાદન હાંસલ કરીને કેપ્ટિવ કોલસાના ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ નોંધાવી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 51 ટકા વધુ છે. એનટીપીસી જૂથ 70824 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં કંપનીએ રિન્યુએબલ ક્ષમતાના 3 GW ને પાર કરી છે.