Site icon Revoi.in

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI એ કર્યો જીવલેણ હુમલો – ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા

Social Share

દિલ્હીઃ- ઓડિશામાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જે દરેક સમાચારોની હેડલાઈન બની છે,જાણકારી પ્રમાણે ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસ પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. આ પછી નાબા દાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ નબા દાસની છાતી પર ગોળી વાગી છે. બ્રજરાજનગરના એસડીપીઓ ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસગોપાલ દાસે મંત્રી પર ફાયરિંગ કર્યું હતું,ઓડિશાના કેબિનેટ મંત્રી નબા દાસ પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસના રૂપમાં કરાઈ છે. ઘટના પહેલાથી નક્કી હતી. આ સિવાય નબા દાસની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. 

સ્વાસ્થ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું  છે. ગોળી તેમના છાતી પર વાગી છે. ઘટના સવારે 11.15 કલાક આસપાસની છે. ત્યારબાદ મંત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાની વિગત સામે આવી છે. તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલમાં કરવામાં આવશે.  સ્થાનિક લોકોએ આરોપી ASIને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ASIએ મંત્રી પર કેમ ફાયરિંગ કર્યું તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.