Site icon Revoi.in

ઓડિશાઃ- દોઢ કરોડ જેવી મોટી રકમમાં વેંચાતુ હતું સાપનું ઝેર – પોલીસે 2 લોકોની કરી ઘરપકડ

Social Share

 

ઓડિશામાં સાપનું ઝેર પમ કરોડોમાં વેંચતા હોય તેવા બે લોકોની અટકાયત કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ઓડિશાના સંબલપુર જિલ્લામાંથી 1.5 કરોડ રૂપિયાના સાપનું ઝેર જપ્ત કર્યું છે. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે દેવગઢ પોલીસે બાતમી મળતાં જ  આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા. એવા અહેવાલ હતા કે કેટલાક લોકો 1 કિલો સાપનું ઝેર 1.5 કરોડ રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી પોલીસની એક ટીમ શુક્રવારે કેટલાક લોકોને મળવા સિંદૂર-ગુંડા ગ્રાહક તરીકે સંબલપુર પહોંચી હતી.

આ બાબતે પોલીસ ટીમ પાસેથી આ દરમિયાન ઝડપાયેલા આરોપીએ ઝેરના બદલામાં પૈસાની માંગણી કરી હતી. બંનેએ કાચના ડબ્બામાં એક કિલો સાપનું ઝેર રાખ્યું હતું. ગ્રાહક તરીકે પહોંચેલી પોલીસ ટીમે તેમને પકડી લીધા હતા અને અન્ય પોલીસ કર્મચારીઓનો સંપર્ક કરીને તેમને પણ બોલાવ્યા હતા

.આ મામલે ધરપકડ કરાયેલા બંને લોકોની ઓળખ અનુક્રમે કૈલાશ ચંદ્ર સાહુ અને રંજન કુમાર પાધી તરીકે થઈ છે. દેવગઢ સબડિવિઝન પોલીસ અધિકારી એ કહ્યું કે અમે રિકવર થયેલા ઝેરને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલીશું. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.