Site icon Revoi.in

મિશન ઈન્દ્રધનુષ મામલે ઓડિશા રાજ્ય પ્રથમ સ્થાને -શૂન્યથી 2 વર્ષના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનું રસીકરણ  90.5 ટકાથી વધુ 

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીમાં રસીકરણનું મહત્વું યોગદાન રહ્યું છે,આ સાથે જ શૂન્યથી બે વર્ષના બાળકો અને નિયમિત રસીકરણથી વંચિત સગર્ભા સ્ત્રીઓ માટે રાષ્ટ્રવ્યાપી સ્તરે ચલાવવામાં આવી રહેલા મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ સંપૂર્ણ રસીકરણના લક્ષ્યને હાંસલ કરવામાં ઓડિશાએ જીત મેળવી છે. 

જાણકારી પ્રમાણે રાજ્યમાં લક્ષિત મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રાખવા અને રોગો સામે લડવાની તેમની ક્ષમતા વધારવા માટે આ અભિયાન હેઠળ 90.5 ટકા  લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે.આ સાથે જ સંપૂર્ણ રસીકરણના આ અભિયાનની દેખરેખ મુખ્ય સચિવે પોતે કરી હતી. 

રસીકરણ અભિયાન ત્રણ રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ રસીના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. લક્ષિત વસ્તીમાં આંશિક રીતે રસી અપાયેલી સગર્ભા સ્ત્રીઓ અને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અભિયાનનો ભાગ બનાવવામાં આવ્યા છે. 

આ સાથે જ પ્રથમ રાઉન્ડ 7 માર્ચથી શરૂ થયો છે. તે જ સમયે, બીજો રાઉન્ડ 4 એપ્રિલથી શરૂ થશે અને ત્રીજો તબક્કો 2 મેથી રાજ્યમાં શરૂ થશે. દરેક તબક્કા માટે 7 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે આ અભિયાનમાં માત્ર એવા બાળકોને જ સામેલ કરવામાં આવ્યા છે જેઓ કોઈપણ કારણોસર નિયમિત રસીકરણથી વંચિત રહી ગયા છે. આ મિશનની સફળતા માટે, મુખ્ય સચિવ  સ્થાનિક સમુદાયના નેતાઓ, પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓ, એનજીઓ, આશા અને આંગણવાડી કાર્યકરોને તેમની સક્રિય ભાગીદારી ભજવવા સૂચના આપી હતી.

રાજ્યના અધિક મુખ્ય રાજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ ના અહેવાલ મુજબ, ઓડિશા 90.5 ટકા સંપૂર્ણ રસીકરણ કવરેજ સાથે રાષ્ટ્રીય સ્તરે યાદીમાં સામેલ થયું છે. 

સામાન્ય રીતે, સંપૂર્ણ રસીકરણ રસીકરણમાં પોલિયો, ક્ષય, કમળો, ડિપ્થેરિયા,  કોરી ઉધરસ, ટિટનેસ, હિબ બ્રેન તાવ, ન્યુમોનિયા, ઓરી, રૂબેલા, ઝાડા, જાપાનીઝ તાવ વગેરે સહિત 12 વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ માટેની રસીઓનો સમાવેશ થાય છે. રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણ રસીકરણમાં 90 ટકા થી વધુ હતા, જ્યારે માત્ર 10 જિલ્લા 90 ટકા થી ઓછા હતા.