Site icon Revoi.in

બોલિવૂડના મેગાસ્ટાર બચ્ચન સાહેબ પાણીની તંગીના કારણે શૂટિંગ પર લેટ પહોંચ્યા – બ્લોકમાં કર્યો આ વાતનો ઉલ્લેખ

Social Share

મુંબઈઃ હોલિવૂડ સિતારાઓના દુનિયાભરના ચાહકો હોઈ છે. ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સની જીવનશૈલી વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હોય છે. તેઓ શું ખાય છે, તેમની જીવનશૈલી શું છે,તેઓ શૂટિંગ સિવાયના સમયમાં શુ કરે છે અથવા તો તેઓ પોતાના ઘરમાં કેવી રીતે રહે છે, આ તમામ બાબતો ફેન્સને જાણવી હોય છે,એક સવાલ મનમાં એ પણ થાય ચે શું આપણા લોકોની જેમ તેઓ પણ કોઈ સમસ્યાનો સામનો કરતા હશે……

બોલિવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેમને પણ ઘણી ઘરેલુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમિતાભે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે તેમના ઘરે પાણીની તંગી વર્તાઈ હતી, જેના કારણે તેઓ કામ પર જવામાં  મોડા પડ્યા હતા.

અભિનેતા અમિતાભ બચ્ચન આજકાલ ‘કૌન બનેગા કરોડપતિ 13’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બિગ બી  બોલીવુડ અભિનેતાઓમાંના એક છે જે સમયના ખૂબ જ પાબંધિ છે તે ક્યારેક જ લેટ પહોચંતા હોય છે, અને હંમેશા સમયસર સેટ પર પહોંચે છે. આવી સ્થિતિમાં જ્યારે તેમને મોડું થયું ત્યારે તેમણે માફી માંગી હતી. તેણે લખ્યું કે ‘શરીરના થાકને કારણે મને પહોચંવામાં વિલંબ થયો. તેથી બીજા દિવસના શૂટિંગ માટે  વહેલો આવી ગયો હતો.

‘હું છ વાગ્યાનો જાગ્યો છું. માત્ર ઘરમાં બંધ પાણીને શોધવા માટે. સિસ્ટમ ફરી શરૂ થઈ છે. મને જોડાવાનો સમય મળી રહ્યો છે. હું આ પાંચ મિનિટ માટે કરી રહ્યો છું અને કામ બંધ કરી દઈશ. કામ પર જવું પડશે અને વેનિટી વેનમાં સજ્જ થવું પડશે. ઓહડિયર , તે ખરેખર મુશ્કેલ છે. ઘરેલુ સમસ્યામાં સામેલ થવા બદલ માફ કરશો. પણ .. ઓકે .. હવે નહીં .. આજે થોડો મુશ્કેલ ભર્યો દિવસ હતો. ‘

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ જોવા મળે  છે. તેઓ છેલ્લા 13 વર્ષથી બ્લોગ લખી રહ્યા છે. 78 વર્ષની ઉંમરે પણ અમિતાભ બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક છે. તે ‘કેબીસી 13’ નું શૂટિંગમાં વ્યસ્ત જોવા મળે છે