Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો ખેલાડીઓ ઉપર થશે પૈસાનો વરસાદ

Social Share

દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય હોકી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં ચાર દાયકા બાદ ભારત મેડલ જીતે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો પંજાબ સરકાર રાજ્યના તમામ ખેલાડીઓને રૂ. 2.50 કરોડને આપીને સન્માન કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના રમતગમત ખાતાના પ્રધાન રાના ગુરમીતસિંહ સોઢીએ જાહેરાત કરી હતી કે ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લેનારી હોકી ટીમ જો ગોલ્ડ મેડલ જીતશે તો રાજ્યના હોકી ટીમના દરેક ખેલાડીને ૨.૨૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંજાબના કુલ ૨૦ ખેલાડીમાંથી ભારતીય હોકી ટીમમાં કુલ ૧૧ ખેલાડી છે જેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. ઑલિમ્પિકમાં હોકીમાં પુરુષોની ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં જીત મેળવીને મેડલ જીતવાની આશા જગાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પંજાબ સરકારે ભારતીય હોકી ટીમને રૂ. 2.50 કરોડ આપવાની જાહેરાત કરી હતી. જો કે, બાદમાં રાજ્યના ખેલાડીઓના સન્માનનો નિર્ણય લેવાયો છો. જો ભારતીય હોકી ટીમ મેડલ જીતશે તો કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવે તેવી શકયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકમાં મહિલા વેટલિફટીંગમાં ભારતની મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાત અન્ય ભારતીય ખેલાડીઓ વિવિધ ગેમ્સમાં સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. જેથી દેશવાસીઓને વધારે મેડલની આશા છે.