Site icon Revoi.in

હવે સ્વદેશી કિટથી થોડા જ કલાકમાં થશે ઓમિક્રોનનું પરિક્ષણ- ICMR એ આપી મંજૂરી

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસની વચ્ચે નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર પણ વર્તાઈ રહ્યો છે  ત્યારે ઓમિક્રોનના કેસની તપાસને લઈને હવે સ્વેદેશી કિટને મંજૂરી આપવામાં આવી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે DCGI એ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને શોધી કાઢવા માટેની સ્વદેશી આરટી-પીસીઆર કીટને મંજૂરી આપી દીધી છે.

આ મામલે ICMR ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે વિતેલા દિવસને બુધવારે જણાવ્યું હતું કે આરટી-પીસીઆર ટેસ્ટ કીટ ટાટા એમડી અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.

એ ટેસ્ટ કિટને લઈને તેમણે વધુમાં જણાવ્યું કે ટેસ્ટ કીટને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ડૉ.ભાર્ગવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બ્રીફિંગ દરમિયાન કહ્યું કે આ કિટ ચાર કલાકમાં ઓમિક્રોનનો રિપોર્ટ આપશે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.

તેમણે કહ્યું, “ રાજસ્થાનમાં ઓમિક્રોનથી સંક્રમિત હોવાનો રિપોર્ટ આવે તે પહેલા જ વ્યક્તિનું મોત થઈ ગયું હતપં. દર્દીઓ વૃદ્ધ વ્યક્તિઓ હતા અને તેમને ડાયાબિટીસ સાથે અન્ય રોગો હતા અને પ્રોટોકોલ મુજબ તેઓને સહ-રોગ તેમજ સંક્રમણ માટે સારવાર આપવામાં આવી રહી હતી. જો મૃત્યુ થાય છે, તો તેને કોવિડ -19 ના કારણે મૃત્યુ માનવામાં આવે છે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી પીડિત હોવાનું જણાય છે અને જો તે મોડેથી જાણવા મળે તો પણ અમે તેને ઓમિક્રોન સંક્રમણનો કેસ માનીએ છીએ.

ત્યારે હવે ઓમિક્રોનના તપાસ માટે જે રીતે કલાકોનો સમય થતો હતો ત્યારે હવે આ સ્વદેશી કિટના મારફત હવે ઓ વાયરસના પ્રકારની તપાસ માત્ર થોડા જ કલાકોમાં મળી જશે.હવે આ કિટને સત્તાવાર રીતે મંજૂરી પણ આપવામાં આવી ચૂકી છે.