Site icon Revoi.in

15મી ઓગસ્ટનું આયોજન આ વખતે હશે ખાસ- પ્રથમ વખત સ્વદેશી ગનથી કરાશે સલામી઼

Social Share

દિલ્હીઃ- દેશ આઝાદીના 75મા મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે આ વખતે  દિલ્હીમાં પણ આ પ્રવ પર ખાસ પ્રકારની તૈ.યારીઓ કરવામાં આવી છે, પીએમ મોદીએ લોકોને ઘરે ઘરે તિરંગો લહેરાવાની અપીલ કરી છે ગર ઘર તિરંગા હેઠળ દેશભરમાં તિરંગાઓ લહેરાતા જોવા મળી રહ્યા છે. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન દેશના અનેક ઘરો કાર્યલયો તિરંગાથી સજી ઉઠશે ત્યારે આ વખતે દિલ્હી લાલકિલ્લા ખાતે સલામી પણ સવ્દેશી ગનથી આપવામાં આવશે,

દેશમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે સલામી જીઆરડીઓ દ્રારા નિર્મિત ગન થી અપાશે.નઆ વખતે લાલ કિલ્લા પર 15 ઓગસ્ટનો કાર્યક્રમ કંઈક અલગ જ હશે. 7 ડીઆરડીઓએ આ બંદૂકની માત્ર ડિઝાઈન જ નહીં પરંતુ તેને બનાવામાં પણ આવી  છે. તેનાથી સ્પષ્ટ સંદેશ હશે કે હવે ભારત પાસે પોતાની બંદૂકો બનાવવાની ક્ષમતા છે. જો કે, લાલ કિલ્લામાં, સાચી બંદૂકમાંથી ફાયરિંગ સેરોમોનિયલ જ હશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ ‘પાઉન્ડર’ બંદૂકથી ઔપચારિક ફાયરિંગ કરવામાં આવતું હતું, જો કે તે ગન પણ સમારોહમાં હાજર રહેશે.

એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર પ્રથમ વખત દેશના તમામ જિલ્લાઓમાંથી NCC કેડેટ્સને બોલાવવામાં આવ્યા છે. આ કેડેટ્સ લાલ કિલ્લાની સામે જ્ઞાનપથ પર ભારતના નકશામાં તેમના જિલ્લાના સ્થાન પર બેસશે. પોશાકથી લઈને પહેરવેશ સુધી, તેઓ તેમના વિસ્તાર અનુસાર પહેરવાનું છે.સમાજના તે વંચિત લોકોને પણ લાલ કિલ્લા પર આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમની હંમેશા અવગણના કરવામાં આવી છે.

આ વખતે આ પ્રસંગે કાર્યકરો, શેરી વિક્રેતાઓ, આંગણવાડી કાર્યકરો, મુદ્રા લોન લાભાર્થીઓને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. ત્રણ મંત્રાલયોને ઓનલાઈન આમંત્રિત કરવામાં આવ્યા છે. યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 14 દેશોમાંથી પસંદ કરાયેલ NCC કેડેટ્સ સમારોહમાં ભાગ લેશે.

.ઉલ્લખેનીય છે કે આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈને દેશભરમાં ભઆરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદેશમાં રહેતા ભારતીયો પણ તથા વિદેશીઓ પણ આ દિવસને લઈને ઉત્સાહીત છે.આ સહીત દિલ્હી ખાતેના આયોજનમાં મોરેશિયસ, આર્જેન્ટિના, બ્રાઝિલ, કિર્ગિઝસ્તાન, ઉઝબેકિસ્તાન, યુએઈ, ઈંગ્લેન્ડ, યુએસએ, માલદીવ્સ, નાઈજીરીયા, ફિજી, ઈન્ડોનેશિયા, સેશેલ્સ અને મોઝામ્બિકના પસંદગીના યુવાનો આ વર્ષે લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન હાજર રહેશે.