Site icon Revoi.in

કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ કહ્યું, ‘આ ખાસ દિવસ ભારતના અદ્ભુત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે ‘

Social Share

દિલ્હીઃ- આજે દેશભરમાં શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે 24મો કારગિલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે આ ખાસ દિવસ દેશના બહાદુર સપૂતોને સમર્પિત છે, જેમણે 26 જુલાઈ, 1999ના રોજ પાકિસ્તાની સૈનિકોને કારગિલમાંથી ભગાડીને દુર્ગમ શિખરો પર ભારતનો ત્રિરંગો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ દિવલસને લઈને દર વર્ષે 26મી જુલાઈના રોજ આ  કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી કારગિલ યુદ્ધના આ નાયકોની બહાદુરીની વાર્તા દેશના ખૂણ ખૂણે સુધી દરેક લોકો સાથેશેર કરી શકાય અને તેમના પરાક્રમો થકી તેમને યાદ કરી શકાય.ત્યારે દેશના પ્રધાનમંત્રીએ પણ આજના આ ખાસ દિવસે વિરબહાદુરોને યાદ કર્યા છે .

કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ વિજય દિવસના અવસરે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કારગિલ વિજય દિવસ નિમિત્તે ટ્વિટ કર્યું હતું અને શહીદોને યાદ કર્યા હતા

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે “કારગિલ દિવસ દેશના તે અદભૂત પરાક્રમીઓની શઓર્યગાથા સામે લાવે છે જે દેશવાસીઓ માચે હંમેશા પ્રેરણાશક્તિ બની રહેશે,આ ખાસ દિવસ પરતેમનું હું હ્દયથી નમન કરું છું અને તેમને વંદન કર્યું છું”

ઉલ્લેખનીય છે કે આજના ખાસ દિવસે જમ્મુ કાશ્મીરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ શ્રેણીમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદ્દાખના દ્રાસમાં કારગિલ વિજય દિવસના અવસર પર કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા છે. તેમણે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.