Site icon Revoi.in

15 માર્ચે સૂર્ય -રાહુ બનાવશે ગ્રહણ યોગ, આ ત્રણ રાશિઓની વધશે મુશ્કેલીઓ

Social Share

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવ ગ્રહોના રાજા છે. તો રાહુને માયાવી અને પાપી ગ્રહ ગણવામાં આવે છે. સૂર્ય અને રાહુ એકબીજાથી વિપરીત ગ્રહો છે. સૂર્ય ધર્મછે અને રાહુ અધર્મ છે. સૂર્ય ભગવાન છે, તો રાહુ રાક્ષસ છે. માટે કોઈપણ રાશિમાં આ બે ગ્રહોની યુતિને શુભ માનવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 15 માર્ચે સવારે 6 વાગ્યે અને 32 મિનિટે સૂર્યદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યાં રાહુ પહેલેથી જ વિરાજમાન છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિની સકારાત્મક અને નકારાત્મક અસર મેષથી લઈને મીન રાશિ સુધીની 12 રાશિઓના જાતકો પર પણ થશે. આવો જાણીએ, 15 માર્ચે મીન રાશિમાં ગ્રહણ યોગથી કઈ રાશિઓએ સાવધાન રહેવું જરૂરી છે.

સિંહ રાશિ-

ગ્રહણ યોગથી સિંહ રાશિવાળાના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. આર્થિક મામલાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ઓફિસમાં વ્યર્થના વાદવિવાદથી દૂર રહેવું. નોકરી-કારોબારમાં પડકારો વધશે. જીવનસાથી સાતે વૈચારિક મતભેદની શક્યતા છે.

તુલા રાશિ-

સૂર્ય અને રાહુની યુતિથી તુલા રાશિવાળાઓને ઘણી જ સાવધાની રાખવાની જરૂર છે. કાર્યોમાં અડચણો આવશે. ધન હાનિના યોગ બનશે. સંબંધોમાં મનમુટાવ વધવાની શક્યતા છે. માનસિક અશાંતિ રહેશે. કાયદાકીય મામલાઓમાં મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. શત્રુઓ એક્ટિવ રહેશે. આરોગ્યને લઈને સતર્ક રહો.

કુંભ રાશિ-

કારોબારમાં કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો કરો નહીં. ધન હાનિની શક્યતા છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. પ્રોપર્ટીને લઈને ચાલી રહેલા કાયદાકીય વિવાદોમાં મુશ્કેલી વધવાની શક્યતા છે. કોઈ તમારા માન-સમ્માનને ઠેસ પહોંચાડી શકે છે. નોકરી-કારોબારમાં પડકારપૂર્ણ સ્થિતિ બનેલી રહેવાની શક્યતા છે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સત્ય છે અને ચોક્કસ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ જરૂરથી લો. )