Site icon Revoi.in

શિક્ષણ મંત્રાલયની ‘પીએમ શ્રી’ યોજનાને કેબિનેટની મંજૂરી – 14,500 શાળાઓની થશે કાયાલપટ, અનેક સુવિધાઓથી સજ્જ બનશે શાળાઓ

Social Share

દિલ્હીઃ- 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી હતી ત્યારે હવે શિક્ષણ મંત્રાલયની આ પીએમશ્રી યોજનાને છેવટે કેબિનેટની મંજુરી આજરોજ મળી ચૂકી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે PM શ્રી” યોજના હેઠળ, દેશભરમાં 14 હજાર 500 શાળાઓને કાયાકલ્પ કરવામાં આવશે અને કેટલીક નવી શાળાઓ  પણ બનાવવામાં આવશે. આ સાથે જ નવી બનેલી શાળાઓને મોડેલ શાળા તરીકે વિકસાવવામાં આવશે.

પીએમ શ્રી’ યોજના એ ખાસ કરીને શિક્ષણને આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી બનાવવાની છે. આ શાળાઓમાં નવી ટેક્નોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત અને અન્ય સહિત આધુનિક ઈન્ફ્રા પર  ખાસ રીતે ફોકસ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ નવી શિક્ષણ નીતિ હેઠળ ચલાવવામાં આવશે.

ન્યુ એજ્યુકેશન પોલીસી , 2020 ના મુખ્ય ઘટકોને પ્રતિબિંબિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 14,500 જેટલી શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે. આ યોજના અંગેની પ્રથમ જાહેરાત જૂનમાં ગુજરાતના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NEP કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. ગાંધીનગર બાદ યોજના અંગે રાજ્યના શિક્ષણ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

શિક્ષક દિવસે પીએમ મોદી એ આયોજનાની જાહેરાત કરતા કહ્યુંવહતું કે પીએમ-શ્રી એ આધુનિક ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને શાળાઓમાં શિક્ષણ આપવાનો આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી માર્ગ હશે. પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-Shri) હેઠળ દેશભરમાં 14,500 શાળાઓને વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. આ તમામ મોડેલ શાળાઓ બનશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સંપૂર્ણ ભાવનાને સમાવિષ્ટ કરશે.

Exit mobile version