Site icon Revoi.in

શારદીય નવરાત્રી પર આ રીતે કરો ઘટના સ્થાપન, જાણો શુભ મહૂર્ત અને પૂજાવિધિ સહીતની અનેક વાતો

Social Share

આજથી પાવનપર્વ માતાજીની ભક્તિનો પર્વ શારદીય નવરાત્રિ શરુ થઈ ચૂકી છે, દેશભરમાં ઉસ્ત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોઈપણ તિથિનો ક્ષય થતો નથી. આવી સ્થિતિમાં નવરાત્રી આખા 9 દિવસ સુધી ઉજવવામાં આવશે. નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષની નવરાત્રી ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.તો ચાલો જાણીએ આજથી શરુ થયેલા પાવન પર્વ માટે શૂભ મહૂર્ત ,વિધિ વગેરેની તમામ વાતો.

પૂજામાં કઈ સામગ્રીનું મહત્વ જાણો

નવરાત્રિના દિવસે જવ વાવવા માટે પહોળા મોંવાળું માટીનું વાસણ, સપ્તધન્ય (સાત પ્રકારના અનાજ, ચોખ્ખી માટી, ઢાંકણવાળો માટી કે તાંબાનો કલશ, કાલવ, નાળિયેર, લાલ ફૂલ, સિંદૂર, ગંગાજળ, આંબાના પાન કે આસોપાલવના પાન, અત્તર, સિક્કો, અખંડ, લાલ કાપડ, સોપારી, લવિંગ, એલચી, પાન, દુર્વા, મીઠી, ધૂપ વેગેરેની જરુર પડે છે.

નવરાત્રિમાં ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.