Site icon Revoi.in

આઝાદીના 75મા મહોત્સવ પર ગુગલે દેશ ની કલા સંસ્કૃતિ દર્શાવા ડિજીટલ સંગ્રહ ‘ઈન્ડિયા કી ઉડાન’ લોંચ કર્યો

Social Share

દિલ્હીઃ દેશાઝાડીનો 75મો મહોત્સવ મનાવી રહ્યો છે,ત્યારે દરેક સંસ્થા ,કંપનીઓ પણ આ જશ્નને લઈને ઉત્સાહીત છે જે હેઠળ અનેક રીતે આ જશ્નને શાનદાર બનાવાની તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે હવે ગુગલે પણ આઝાદીના 75મા મહોત્સવ નિમિત્તે એક ખાસ ડિજીટલ સંગ્રહ લોંચ કર્યો છે. જેનું નામ રાખ્યું છે ઈન્ડિયા કી ઉડાન, જે ભારતની કલા અને સંસ્કૃતિ દર્શાવે છે.

કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી સાથે અને ગુગલના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી એ સત્તાવાર રીતે ઉડાન ડિજિટલ કલેક્શન ઓફ ઈન્ડિયાને લોન્ચ કર્યું હતું.

ગૂગલે કહ્યું કે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ સાથે, Google સંસ્કૃતિ મંત્રાલય સાથે તેના સહયોગની પણ જાહેરાત કરે છે. ગૂગલે ડૂડલ અથવા ગૂગલ સ્પર્ધાની પણ જાહેરાત કરી જે ‘આવતા 25 વર્ષોમાં, મારું ભારત હશે’ શીર્ષક પર આધારિત છે. આ ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા છે. આ વર્ષના ડૂડલ અથવા ગૂગલના વિજેતાઓ 14 નવેમ્બરે ભારતમાં ગુગલ હોમપેજ પર પોતાની કલા કૃતિ જોઈ શકશે

આ સહીત મંત્રી જી કિશન રેડ્ડીએ તેમના સંબોધનમાં ગુગલ ટીમને ‘હર ઘર તિરંગા’ પર વિશેષ ડૂડલ બનાવવા વિનંતી કરી હતી, તેમણએ જણઆવ્યું કે 3 હજાર થી વધુ કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકોની સીમાઓનું ડિજિટલ મેપિંગ કરવામાં સંસ્કૃતિ મંત્રાલયને મદદ કરી શકે છે જે સાઇટ્સની વધુ સારી રીતે દેખરેખ રાખવામાં અને અતિક્રમણને તપાસવામાં પણ મદદ કરશે.

Exit mobile version