Site icon Revoi.in

દિવાળીના આજના પાવન પર્વ પર પીએમ મોદી એ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

Social Share

 

દિલ્હીઃ- આજે સમગ્ર દેશભરમાં દિવાળીનો પાવન તહેવાર મનાવવામાં આવી રહ્યો છે,દેશભરમાં છેલ્લા કેટલાક સમય બાદ તહેવારોનો માહોલ જોવા મળી રહ્યો છે, છેલ્લા વર્ષે કોરોનાના કારણે દિવાળીની મજા ફીકી પડી હતી ત્યારે આજે દિવાળીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવાળીના આ પર્વ પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે,તેમણ ટ્વિટ કરીને લખ્યું છે કે,દિવાળીના પાવન અવસર પરદેશવાસીઓને હાર્દીક શુભકામના.મારી પ્રાર્થના છે કે આ પ્રકાશનું પર્વ તમારા જીવનમાં સુખ,સંરન્નતા અને સૌભાગ્ય લઈને આવે.

 

આ સાથે જ દેશના ગૃહમંત્રી અમિત શાહે પમ દેશના લોકોએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે, તેમણે લખ્યું છે કે દરેકને દિવાળીની હાર્દીક શુભકામના. પ્રકાશ ને ખુશીનુ આ પર્વ દરેકના જીવનમાં નવી ઊર્જા પ્રકાશ અને આરોગ્ય તથા સમુદ્ધી લઈને આવે

 

 

Exit mobile version