Site icon Revoi.in

 મહાશિવરાત્રીના દિવસે આ શહેરોમાં કંઈક અનેરો હોય છે ઉત્સાહ, શિવભક્તો ભક્તિમાં થાય છે લીન ,અહીં આવેલા છે પ્રાચીન મંદિર

Social Share

શિવરાત્રીનો દિવસ હવે નજીક છે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે શિવભક્તો આ દિવસે શિવભગવાનની પૂજા અર્ચના કરતા હોય છએ ઉપવાસ રાખતા હોય છે આ દિવસે શિવ મંદિરમાં ભક્તોના ભારે જમાવડો જોવા મળે છે,ત્યારે દેશના એવા કેટલાક જાણીતા શહેરો છે જે શિવભગવાનને લઈને ખાસ છે આ શહેરોમાં શિવરાત્રીનો ઉત્સાહ કંઈક અલગ જ જોવા મળે છે, આ શહેરોમાં શિવરાત્રીમાં જાણે મેળા જેમ ભક્તો આવતા હોય છએ તો ચાલો જાણીએ કેટલાક જાણીતા શહેરો કે જ્યાં શિવભગવાનના મંદિરો આવેલા છે.    

 

સોમનાથ

સૌમનાથ એ પ્રથમ જ્યોર્તિંલિંગ છે શિવરાત્રીના પાવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો અહી આવતા હોય છે. અહી નાના મોટા મેળાઓનું પણ  આસપાસમાં આયોજન થતું હોય આરતીના સમયે મોટી સંખ્યામાં લસોકો ઉપસ્થિતિ રહે છેભારતના પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોમાં સોમનાથ મંદિર કરોડો ભારતીય અને વિદેશી શિવભક્તો માટે પ્રતિષ્ઠિત અને પવિત્ર મંદિર છે. દરિયા કિનારે આવેલું આ શિવ મંદિર ચાલુક્ય શૈલી સ્થાપત્યનો એક અનોખો ભાગ માનવામાં આવે છે.

વારાણસી

કાશી શહેરના બાબા વિશ્વનાથ મંદિર, જે ભગવાન ભોલેના ત્રિશુલ પર બિરાજમાન છે, તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેના કારણે આ મંદિર પહેલા કરતા દિવ્ય દેખાવા લાગ્યું છે. વિશ્વનાથ મંદિરમાં બાબા ભોલેના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા જેવી છે. જો તમે પણ શિવરાત્રી મહાદેવના રૂબરૂ દર્શન કરવા માંગતા હોવ તો તમે અહીં દર્શન માટે આવી શકો છો.

બાબા વૈદ્યનાથ ધામ

બાબા વૈદ્યનાથ ધામ એ ઝારખંડના દેવઘરમાં સ્થિત સૌથી પ્રાચીન અને પવિત્ર મંદિર છે. બાબા વૈદ્યનાથ ધામની સામે પાર્વતીજીનું મંદિર છે, જે ખૂબ જ પવિત્ર મંદિર છે. ઘણા લોકો આ મંદિરને બાબા ધામ મંદિર તરીકે પણ ઓળખે છે. મહા શિવરાત્રીના દિવસે લાખો શિવભક્તોની ભીડ રહે છે.

ઉજ્જૈન

ઉજ્જૈનમાં, બાબા મહાકાલને પહેલા ભસ્મથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ પંચસ્નાન લીધા પછી વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે અને પછી દિવ્ય આરતી કરવામાં આવે છે. આ આરતીમાં ભાગ લેવા માટે બાબાના ભક્તો દૂર-દૂરથી આવે છે.અહી શિવરાત્રીના દિવસે અનોખી રોશની રોનક જોવા મળે છે.