Site icon Revoi.in

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  મંદિરે ભક્તોની ભારે ભીડ જામી

Social Share

ગીર-સોમનાથઃ- આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ ભક્તો ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા છે ખાસ કરીને સોમનાથમાં આવેલું પ્રથમ જ્યોર્તિલિંગમાં ભક્તોની ભારે ભીડ આજે જોવા મળી રહી છે, સ્થાનિક લોકો સિવાય ગુજરાતભર અને રાજ્ય બહારથી લોકો ભગવાન શિવના દર્શન કરવા માટે ઉમડી પડ્યા છે.

રાજ્યભરના શિવમંદિરો આજે આજે હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે ખાસ સોમનાથી જો વાત કરીએ તો આજના દિવસનો મહિમાં સોમનાથમાં કઈક ખાસ જોવા મળે છે, ચારે તરફ ભક્તિમય વાતારવણ હોય છે તો બીજી તરફ ભક્તોની દાદા સોનમાથના દર્શન  કરવા માટે લાંબી લાઈન લાગે છે.

દરરોજ કરતા આજની સવારે અંહી ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી સોમનાથ મહાદેવને જળાભિષેક અને દાદાના દર્શન કરી ચેલ્લા સોમવારે ભક્તિનો લ્હાવો લીધો હતો.આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેશ્રાવણ માસના પર્વે સોમનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સીએમ પટેલે સોમેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ મંદિરના શિખર ઉપર દોરડાં વડે ખેંચીને ધજા ચઢાવવાનો લ્હાવો લીધો હતોમંદિરમાં ધજા ચઢાવવા માટે યાંત્રિક સુવિધા ઉભી કરવામાં આવી છે

જો સોમનાથ મંદિર વિશે વાત કરીએ તો માત્ર શ્રાવણ માસ જ નહી પરંતુ દરેક સમયે રજાઓના વખતે ખાસ ભક્તો અહી ફરવા માટે અને દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. માસના સોમવારે અહીં સ્થાનકમાં વિશેષ પૂજાનું આયોજન થતું હોય છે. આ મંદિરમાં ત્રણ સમય આરતી કરવામાં આવે છે આરતીના સમયે મોટા ભાગના શ્રદ્ધાળુંઓ લ્હાલો લેતા હોય છે.આ સાથએ જ સોમનાથની આજુબાજુ ત્રિવેણી સંગમ, રામ મંદિર અને ગીતા મંદિરની મુલાકાત લઈને શ્રદ્ધાળુંઓ ભક્તિમાં લીન થતા હોય છે.

સામાન્ય દિવસો કરતા સોમનાથનું પાર્કિંગ પણ ફુલ જોવા મળ્યું છે, સાથે સોમનાથ વોક વે પર પણ યાત્રીઓની ભીડ જોવા મળી છે, ભગવાનના દર્શન કરીને લોકો દરિયા કિનારાની મજા માણવા આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લારી વાળાઓથી લઈને નાના મોટા કામદારોની આવકમાં વધારો નોંધાયો છે.આ સાથે જ સ્થાનિક હોટલો અને પરિવહન સેવાઓ પણ વ્યસ્ત જોવા મળી છે.