Site icon Revoi.in

દશેરાના પર્વ પર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ એ તવાંગમાં કરી શસ્ત્ર પૂજા,

Social Share

દિલ્હીઃ દેશભરમાં આજે દશેરાનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે દેશના રક્ષઆમંત્રી રાજનાથ સિંહ ચીનની સરહદે અડીને આવેલા તવાંગ વિસ્તારની મુલાકાતે પહોચ્યા હતા તેમમે અહી સેન્ય સાથએ ખાસ મુલાકાત કરી હતી.

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી તવાંગના યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
આ સહીત રક્ષા મંત્રીએ અરુણાચલ પ્રદેશમાં બામ લા સરહદથી સરહદ પાર સ્થિત ચીની ચોકીઓનું પણ વિશ્લેષણ કર્યું. આ દરમિયાન સૈન્ય અધિકારીઓએ રાજનાથ સિંહને સરહદ પરની વર્તમાન સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ તવાંગમાં 1962ના યુદ્ધના નાયક શહીદ સુબેદાર જોગીન્દર સિંહના સ્મારક પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશોની સેના સામ-સામે તૈનાત છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરે છે, જ્યારે ભારત ચીનના આ દાવાને સતત નકારી રહ્યું છે. ખાસ કરીને તવાંગ પર ચીનનું વધુ ધ્યાન છે.