Site icon Revoi.in

રક્ષાબંઘનના પર્વ પર જાણો આ ખાસ ગામ વિશે, જ્યા બહેન નથી બાંઘતી ભાઈને રાખડી, કારણ છે કંઈક આવું

Social Share

રક્ષાબંઘન અટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર દેશભરમાં બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંઘીને તેની રક્ષાની પ્રાર્થના કરે છે જો કે કદાચ આ વાત જાણીને તમને આશ્ચર્ય લાગશે કે ભારતમાં જ એક એવું ગામ છે કે જ્યાં કોી બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાઁઘતી નથી અહી આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર ભાઈના હાથની કલાી રાખડી વગરની ખાલી જ જોવા મળે છે,તો ચાલો જાણીએ આ પાછળ શું કારણ છે.

આ ગામની જો વાત કરીએ તો આ ગામ ઉત્તરપ્રદેશમાં આવેલું છે. ગાઝિયાબાદના મુરાદનગરના એક ગામમાં ઉજવવામાં આવે છે જ્યાં રક્ષાબંધનને ‘કાળો દિવસ’ માનવામાં આવે છે અને કોઈ બહેન તેના ભાઈને રાખડી બાંધતી નથી.ગામના વડીલોએ આજદિન સુધી આ તહેવાર ઉજવ્યો ન હતો અને તેમના બાળકોને પણ સમજાવ્યા હતા.

આ ગામનું નામ સુરાણા છે. આ ગામમાં રક્ષાબંધન પર પણ ભાઈઓની કલાઈ ખાલી જોવા મળે છે અને બહેનોને કોઈ ભેટ મળતી નથી. એવું માનવામાં આવે છે કે આ કાળા દિવસની વાર્તા બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલ છે.

આમ થવા પાછળ સો વર્ષ જૂનું કારણ છે. સુરાણા ગામના લોકોનું માનવું છે કે આ દિવસ અશુભ શુકનથી ભરેલો છે. , એવું કહેવાય છે કે આ ગામમાં છાબડિયા ગોત્રના ચંદ્રવંશી આહિર ક્ષત્રિયો રહે છે. એવું કહેવાય છે કે છાબરિયા ગોત્રના આહીરો રાજસ્થાનના અલવરથી આવ્યા હતા અને અહીં સ્થાન બનાવીને આ ગામની સ્થાપના કરી હતી. વર્ષો પહેલા આ ગામનું નામ સોનગઢ હતું.
Exit mobile version