Site icon Revoi.in

શામળાજી નેશનલ હાઇવે પર પૂર ઝડપે કાર ડિવાઈડ કૂદીને અન્ય વાહન સાથે અથડાતા એકનું મોત,

Social Share

હિંમતનગરઃ શામળાજી-રતનપુર હાઈવે પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દરમિયાન વેનપુર ગામ પાસે હાઈવે પર એક પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર  ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી કાર સાથે ઘડાકા સાથે અથડાતા કારમાં સવાર એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કારમાં બેઠેલા ત્રણ જણા ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, શામળાજી-રતનપુર નેશનલ હાઇવે પર આવેલા વેનપુર ગામ પાસે એક કાર પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈ ફંગોળાઈ હતી. સામેની લેનમાં જઇ અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર એકનું મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈ શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શામળાજી હાઈવે પર ઓવરસ્પીડમાં વાહન ચલાવતા હોય છે જેના કારણે અકસ્માતો થતા હોય છે. આવા અકસ્માતો નિવારી શકાય એ માટે ફૂલ સ્પીડમાં વાહનો હંકારનારા સામે RTO વિભાગે લાલ આંખ પણ કરી છે. જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા નેશનલ હાઇવે પુરપાટ ઝડપે વાહન ચલાવનાર સામે કડક હાથે ચેકીંગ શરૂ કરાયું છે. અમદાવાદ-શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પર અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા ઓવરસ્પીડ વાહનોને RTO દ્વારા રોકીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, રવિવારે બપોરથી સાંજ સુધી 100 જેટલા ઓવરસ્પીડ વાહનોને રોકીને લગભગ બે લાખ રૂપિયા સુધીનો દંડ વસુલ કરાયો હતો. RTO વિભાગની કડક કામગીરીને લઈ ઓવરસ્પીડ વાહનો ચલાવનારામાં ફફડાટ વ્યાપ્યો છે.