Site icon Revoi.in

દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો,અત્યાર સુધીમાં પાંચ કેસ આવ્યા સામે

Social Share

13 ઓગસ્ટ,દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે.હવે દિલ્હીમાં મંકીપોક્સના 5 કેસ મળી આવ્યા છે, જેમાંથી એક દર્દી સાજો થઈ ગયો છે.દર્દીનો રિપોર્ટ શુક્રવારે આવ્યો, તેને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.એલએનજેપી હોસ્પિટલના એમડી ડો. સુરેશ કુમારે જણાવ્યું કે,દિલ્હીમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના પાંચ દર્દીઓ મળી આવ્યા છે.

દેશમાં મંકીપોક્સનો પહેલો દર્દી કેરળમાં 14 જુલાઈના રોજ સામે આવ્યો હતો.તે સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યો હતો.તે પછી બીજો દર્દી, 18 જુલાઈએ કેરળમાં જ બીજો કેસ સામે આવ્યો.ત્રીજો દર્દી પણ કેરળમાં મળી આવ્યો હતો, જે પણ સંયુક્ત આરબ અમીરાતથી પરત આવ્યો હતો.

તે પછી દેશનો ચોથો અને દિલ્હીનો પહેલો દર્દી 24 જુલાઈના રોજ મળ્યો હતો, જેમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. બીજો દર્દી 1 ઓગસ્ટના રોજ દિલ્હીમાંથી મળી આવ્યો હતો, નાઈજિરિયન વ્યક્તિની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. ત્રીજો દર્દી 2 ઓગસ્ટે દિલ્હીમાં જોવા મળ્યો હતો,તે પણ નાઈજીરિયાનો રહેવાસી હતો.તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. દિલ્હીમાં ચોથો દર્દી નાઈજિરિયન મહિલા હતી, જેનો રિપોર્ટ 3 ઓગસ્ટે આવ્યો હતો. હવે 13 ઓગસ્ટે દિલ્હીમાં પાંચમો કેસ સામે આવ્યો છે.દિલ્હીમાં મંકીપોક્સના તમામ દર્દીઓ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે.