Site icon Revoi.in

એક વ્યક્તિએ રોડની દીવાલ પર બનાવ્યું અદ્દભુત પેઈન્ટિંગ,લોકોએ કહ્યું ‘ટેલેન્ટેડ છે આ તો ‘

Social Share

એક સારા વ્યક્તિની ઓળખ કેવી રીતે કરી શકાય છે ? આ પ્રશ્ન અવારનવાર ઘણા લોકોના મનમાં થતો હશે, પરંતુ તેનો જવાબ બહુ ઓછા લોકોને મળે છે.હવે એ તો તમે જાણતા જ હશો કે લોકોએ સારા અને નૈતિક ગુણો અપનાવવા જોઈએ. ખરેખર, આનાથી જ એક સારી વ્યક્તિ બની શકાય છે.જો કે કેટલીકવાર લોકો ચહેરાથી ખૂબસુરત અને પૈસાથી લોકોને સારા માની લે છે,જ્યારે હંમેશા એવું નથી હોતું.તેથી વ્યક્તિની સુંદરતા અને સ્થિતિ જોઈને સારા હોવાનો પુરાવો આપવો યોગ્ય નથી.આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ સમજી જશો કે,કોઈ વ્યક્તિને જોઈને તેના વ્યક્તિત્વનો અંદાજ નથી લગાવી શકાતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે,રસ્તાની બાજુમાં ઊભેલો એક વ્યક્તિ દિવાલ પર કંઈક બનાવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાંબા સમય પછી તે દિવાલ પર ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવે છે. આવી પેઈન્ટિંગ બનાવવી એ કોઈ સાદી વાત નથી, પણ વ્યક્તિએ જે રીતે સુંદર રીતે પેઈન્ટિંગ બનાવ્યું છે તે જોઈને મોટા મોટા ચિત્રકારો પણ મંત્રમુગ્ધ થઈ જાય. ખાસ વાત એ છે કે,વ્યક્તિ ખૂબ જ ગરીબ દેખાય છે, ગંદા કપડા પહેરેલા છે, મોટી દાઢી ધરાવે છે. તેને જોઈને ભાગ્યે જ કોઈ અંદાજ લગાવી શકે છે કે તે આટલી સુંદર પેઇન્ટિંગ બનાવી શકે છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદભૂત વિડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘ક્યારેય પુસ્તકને તેના કવર દ્વારા જજ ન કરો’. ખરેખર, પુસ્તકની અંદર શું છે, તે તેના પાના ફેરવ્યા પછી જ ખબર પડે છે, ઉપરથી જોવાથી કોઈ ખ્યાલ નથી આવતો કે તે પુસ્તક કેટલું મૂલ્યવાન છે.

ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘અદભૂત કલાકારી’, જ્યારે બીજા યુઝરે શાયરી ભરી સ્ટાઈલમાં કોમેન્ટ કરી છે, ‘રોશની કિસી કા મોહતાજ નહીં હોતા,ટેલેન્ટ સ્ટેજ કા મોહતાજ નહીં હોતા,મિલતે હે મોતી વહા-વહા પાની મેં દાગ નહીં હોતા…’.