Site icon Revoi.in

દિલ્હીની એઈમ્સમાં આવતા દર્દીઓમાંથી દર ત્રીજો વ્યક્તિ કોરોના સંક્રમિત – ઓમિક્રોનનો કહેર પણ યથાવત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્ર્જી લહેર પીક પર જોવા મળી રહી છે ત્યારે દેશની રાજધાનીમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, અહીની હોસ્પિચલ એઈમ્સમાં આવતા તમામ દર્દીઓમાંથી દર ત્રીજો વ્યક્તિ કોરોનાથઈ સંક્રમિત મળી આવે છે.તો બીજી તરફ અન્ય નિષ્ણાતોનો દાવો છે કે દિલ્હીની મોટી વસ્તી ઓમિક્રોનથી સંક્રમિત છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે એઈમ્સની ઈમરજન્સીસેવામાં આ સમયે લોકો અનેક બીમારીઓની સારવાર માટે દોડી આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ દર્દીઓની કોરોના તપાસ પહેલા કરાી રહી છે. તપાસ દરમિયાન દર ત્રણમાંથી એક દર્દી કોરોના સંક્રમિત મળી રહ્યો . એઈમ્સના ગેસ્ટ્રો-એન્ટરોલોજી વિભાગના ડૉક્ટર અનન્યા ગુપ્તાએ આપેલે માહિતી મુજબ હાલમાં નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કારણ કે આ પહેલા દર બીજા દર્દી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

આ સાથે જ અન્ય ઘણી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર માટે આવતા હોઈ છે ત્યારે એ લોકો પણ પોઝિટિવ હોવાનું જણાઈ આવે છે આ બાબતે નિષ્ણાતોનો દાવો છે કે દિલ્હીની મોટી વસ્તી કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે. આ જ કારણ છે કે સંક્રમણનો દર હજુ પણ 10 ટકાથી નીચે નથી આવ્યો.

ઈમરજન્સીમાં આવતા દર્દીઓ સહીત ગંભીર રોગોના દર્દીઓને લઈને હાલ એઈમ્સનું ટ્રોમા સેન્ટર સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે. અહીં ચાર માળે ICUની વ્યવસ્થા છે. દરેક આઈસીયુમાં 12 બેડની હોય છે. આવી સ્થિતિમાં, દર્દીઓને 48 ICU બેડ પર દાખલ કરવામાં આવે છે, દર્દીઓને ઓક્સિજન સપોર્ટ સાથે અન્ય ફ્લોર પર રાખવામાં આવે છે.

આ બાબતને લઈને એઈમ્સના ડોક્ટરનું કહેવું છે કે ટ્રોમા સેન્ટર ભર્યા બાદ હવે બર્ન અને પ્લાસ્ટિક વિભાગમાં કોરોના દર્દીઓની ભરતી કરવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.આ પરથી અંદાજો લગાની શકા. છે કે કેરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થી રહ્યો છે.