Site icon Revoi.in

આ દેશમાં ડુંગળી થઈ મોંઘી,કિંમત જાણીને ચોંકી જશો

Social Share

 દિલ્હી:વિશ્વના ઘણા દેશો હાલમાં મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.ખાણી-પીણી એટલી મોંઘી થઈ ગઈ છે કે તેની સૌથી વધુ અસર જનતા પર જોવા મળી રહી છે.શ્રીલંકા અને પાકિસ્તાન બાદ હવે ફિલિપાઈન્સનું નામ પણ મોંઘવારીની યાદીમાં સામેલ થઈ ગયું છે ફિલિપાઇન્સમાં આ સમયે, મોટાભાગની ડુંગળી લોકોને રડાવી રહી છે. ફિલિપાઈન્સમાં એપ્રિલ 2022ની સરખામણીમાં ડુંગળીની કિંમત હવે 1000 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં દેશમાં મોંઘવારી દર 14 વર્ષની ટોચે પહોંચી ગયો છે.

ફિલિપાઈન્સમાં એક કિલો ડુંગળીની કિંમત હવે 800 પેસો સુધી પહોંચી ગઈ છે. જો તમે તેને ભારતીય રૂપિયામાં જુઓ તો તે 1200 રૂપિયાની આસપાસ થાય છે. ફિલિપાઈન્સમાં ડુંગળીના ભાવમાં આ વધારો 10 મહિનામાં જોવા મળ્યો છે. એપ્રિલ 2022માં એક કિલો ડુંગળી 70 પેસો (105 રૂપિયા)માં ઉપલબ્ધ હતી.લોકોએ ડુંગળી ખાવાનું ઓછું કરી દીધું છે. સરકાર ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.અહેવાલો અનુસાર, ફિલિપાઈન્સ સરકારે 21,000 ટન ડુંગળીની આયાતને મંજૂરી આપી છે.

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાં પણ ડુંગળીના ભાવ આસમાને છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ડુંગળી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે શ્રીલંકામાં તે ડિસેમ્બર 2022માં 320 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં ડુંગળીના ભાવ 240 રૂપિયા પ્રતિ કિલો અને કેનેડામાં 190 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે.

જ્યારે અન્ય દેશોમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે ત્યારે ભારતમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રમાં APMCમાં 2,404 ક્વિન્ટલ ડુંગળી પહોંચી અને તેની કિંમત લઘુત્તમ રૂ. 351, મહત્તમ રૂ. 1,231 અને સરેરાશ રૂ. 625 પ્રતિ ક્વિન્ટલ હતી. મહારાષ્ટ્રમાં ખેડૂતો ડુંગળીના ઘટતા ભાવથી નારાજ છે અને તેમણે માંગ કરી છે કે સરકારે તાત્કાલિક પ્રતિ ક્વિન્ટલ 1,500 રૂપિયાની ડુંગળી સબસિડી જાહેર કરવી જોઈએ અને તેમની પેદાશ 15 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવી જોઈએ.