Site icon Revoi.in

નકલી દવાઓના ઓનલાઈન વેચાણનો પર્દાફાશઃ 6.38 લાખની નકલી દવાનો જથ્થો ઝડપાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેકશન તથા અન્ય જરૂરી દવાની ડિમાન્ડ વધી હતી. બીજી તરફ કમાવી લેવાની લાહ્યમાં લોકોના જીવન સાથે ચેડા કરનારાઓ દવા માફિયાઓ પણ સક્રીય થયાં હતા. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન તથા અન્ય નકલી દવાઓ પધરાવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરીને અનેક લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન નકલી ફેવીફ્લૂનું ઓનલાઈન વેચાણ કરતા કૌભાંડનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. તેમજ દરોડો પાડીને બનાવટી ફેવીફ્લૂની 4950 જેટલી ટેબલેટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન ફાર્માસી દ્વારા વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી ફેવિપીરાવીર ઘટક ધરાવતી દવાની જાહેરાત મુકાતા બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અગાઉ રાજકોટ, અમદાવાદ, ભાવનગર સહિત રાજય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન  મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતા આ નકલી કંપની દ્વારા ડીસીજી ન્યુ દિલ્હીના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડબલ્યુ.એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ અને કોવેલેન્ટુ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે. ફાર્મા ઇઝી, બી-હેલ્થી અને ઓનલાઈન ફાર્મસી બ્રાન્ડ નેમ સાથે વેચાણ થતી દવાની જાહેરાત તંત્રના કાબેલ અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયો છે.

આ દવાનો કંપનીમાં ડમી ગ્રાહક દ્વારા ઓર્ડર મુકવામાં આવેલો અને કંપનીમાંથી હું ડોક્ટર બોલુ છું, તેમ કહીને તેઓના નામને ખોટુ પ્રિસ્ક્રિપ્શન બનાવી બનાવટી ગ્રાહકનો ઓર્ડર નક્કી કર્યો હતો. તેનો પ્રોસેસ નંબર પણ આપવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકે ઓનલાઈન પેમેન્ટ પેટે રૂ.1791.16/ પણ ચૂકવ્યા હતા. જોકે કંપનીમાં દરોડા પાડતા જ ઓર્ડર કેન્સલ અને અને પેમેન્ટ રીફન્ડનો ટીમ ફાર્મા ઈઝીનો મેસેજ આવ્યો હતો. દરોડામાં આ દવાનું વિતરણ રજીસ્ટર ફાર્માસીસ્ટની હાજરીમાં ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની જોગવાઇઓ મુજબ થયું છે કે નહી તે અને અન્ય તપાસ સમયે જોવા મળેલ ક્ષતિઓને લઈ ફાર્મા ઇઝી, બી-હેલ્થી અને ઓનલાઈન ફાર્મસીને કારણ દર્શક નોટીસ અમદાવાદ વિભાગ-2ના લાયસન્સીગં ઓથોરીટી દ્વારા પાઠવવામાં આવી છે. સમગ્ર દરોડા દરમિયાન આશરે રૂ. 6,38,550 કિંમતની 4950 ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલ છે