Site icon Revoi.in

આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે 1લી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત કૂલ 2,343 જેટલી કોલેજમાં પ્રવેશ માટે એક જ પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) ઉપર અરજી કરી શકાશે, ધોરણ 12ના પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓ 1લી એપ્રિલથી પ્રવેશ માટે GCASના પોર્ટલ પર વિદ્યાશાખા અને કોલેજની પસંદગી કરીને અરજી કરી શકે છે. ત્યારબાદ ધોરણ 12 પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓએ બે સપ્તાહમાં પ્રવેશ માટે પોર્ટલ પર શૈક્ષણિક માહિતી ભરી, ઓનલાઈન ફી અને અરજી ફાઈનલ સબમિટ કરવાની રહેશે. અને પરિણામ જાહેર થયાના ત્રણ સપ્તાહમાં વિદ્યાર્થીઓએ નજીકની કોલેજ ખાતે હેલ્પ સેન્ટરમાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું રહેશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત કૂલ 2,343 જેટલી કોલેજમાં પ્રવેશ માટે એક જ પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પર વિદ્યાર્થીઓ પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન 1લી એપ્રિલથી કરાવી શકશે.  શિક્ષણ વિભાગે દ્વારા તાજેતરમાં જ પરિપત્ર જાહેર કરીને પ્રવેશ પ્રક્રિયાની વિગત જાહેર કરવામાં આવી છે. તમામ પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે 1 એપ્રિલથી GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી બેઝિક માહિતી સાથે પોતાને જે કોલેજમાં પસંદગીના કોર્સમાં અભ્યાસ કરવો હોય તે પસંદગી આપી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓએ ધોરણ-12નું પરિણામ જાહેર થયાના બે સપ્તાહમાં પ્રવેશ માટે પોર્ટલ પર શૈક્ષણિક માહિતી ભરી, ઓનલાઈન ફી અને અરજી ફાઈનલ સબમિટ કરવાની રહેશે. અને પરિણામ જાહેર થયાના ત્રણ સપ્તાહમાં વિદ્યાર્થીઓએ નજીકની કોલેજ ખાતે હેલ્પ સેન્ટરમાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી GCAS પોર્ટલ ફરી દિવસ-5 માટે ઓપન થશે. આ સમયગાળા દરમિયાન અરજી કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

સૂત્રોના કહેવા મુજબ આગામી 1 એપ્રિલથી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. પરંતુ સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 225થી વધુ કોલેજનું લિસ્ટ પોર્ટલમાં ચઢાવી દેવાયું છે પણ કેટલીક કોલેજોને વર્ષ 2024-25 માટે જોડાણની માન્યતા જ આપવામાં આવી નથી. એટલે કે આ કોલેજોને વર્ષ 2024-25માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂરી જ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ તો બની ગયું છે પરંતુ કોલેજોમાં ઇન્સ્પેક્શન કરવા માટે એલઆઈસીના સભ્ય કોને બનાવવા તે હજુ નક્કી ન થયું હોવાને કારણે આ કોલેજોના જોડાણ મંજૂર કરાયા નથી.