1. Home
  2. Tag "Admission"

કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો, સારું ભવિષ્ય ઘડવામાં આવશે.

સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પરિણામનો વારો છે. બિહાર બોર્ડ દ્વારા પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના બાળકને એવી કોલેજમાં એડમિશન મળે કે જે તેના માટે સારું ભવિષ્ય બનાવી શકે અને તે તેના જીવનમાં કંઈક સારું હાંસલ […]

આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે 1લી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાતમાં 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત કૂલ 2,343 જેટલી કોલેજમાં પ્રવેશ માટે એક જ પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) ઉપર અરજી કરી શકાશે, ધોરણ 12ના પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓ 1લી એપ્રિલથી પ્રવેશ માટે GCASના પોર્ટલ પર વિદ્યાશાખા અને કોલેજની પસંદગી કરીને અરજી કરી શકે છે. ત્યારબાદ ધોરણ 12 પરીક્ષાના પરિણામ બાદ […]

M S યુનિવર્સિટીમાં કોમર્સ PG ડિપ્લોમાં અને M.COMમાં આજથી ખાલી બેઠકો પર સીધો પ્રવેશ

વડોદરાઃ  એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ એમ.કોમમાં ખાલી બેઠકો પર આજે તા.12મીને મંગળવારથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પીજી ડિપ્લોમામાં 200 બેઠકો અને એમકોમમાં પણ 300 જેટલી બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ અપાશે. એટલે કે સ્થળ પર જ પ્રવેશ આપવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિત […]

કેનેડાએ સપ્ટેમ્બર સત્ર માટે 3,000 ભારતીય વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કર્યા

કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને વધુ એક ઝટકો આપ્યો સપ્ટેમ્બર સત્ર માટે 3,000 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા દિલ્હી: કેનેડાએ ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર શૈક્ષણિક સત્રને બદલે ભારતીય વિદ્યાર્થીઓને જાન્યુઆરીમાં બોલાવવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર સત્ર માટે આ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ત્રણ હજાર ભારતીય વિદ્યાર્થીઓએ ઓગસ્ટમાં કેનેડા જવાની […]

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ રાઉન્ડમાં 33717 વિદ્યાર્થીઓને પ્રવેશ, હજુ 27308 બેઠકો ખાલી

અમદાવાદ  :  ધો.10 પછી ડિપ્લોમા ’ઇજનેરીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. પહેલાં રાઉન્ડમાં કુલ 33717 વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આગામી 17મી જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના આપવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા […]

શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-2023ને મળેલી સફળતા સંદર્ભમાં કહ્યું કે, બિપરજોય વાવાઝોડા સામે જે ટીમવર્કની સામૂહિક તાકાતથી ગુજરાત મુકાબલો કરીને હેમખેમ પાર ઉતર્યુ તેવી જ ટીમવર્ક ભાવના શિક્ષણ સેવાના આ યજ્ઞમાં સૌએ દર્શાવી છે તે પ્રસંશનીય છે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-2023 માં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે […]

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં પ્રવેશ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગાંધીનગરઃ  માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ શૈક્ષણિક ક્ષેત્રે આગવી હરોળની ગણાતી ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માં  શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ માટે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.  પ્રવેશ નોંધણીના પહેલા જ દિવસે NFSU ખાતે રેકોર્ડ બ્રેકિંગ 10,000થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે NFSUના ઇતિહાસમાં વધુ એક સીમાચિહ્નરૂપ રેકોર્ડ બન્યો છે. NFSU-ગાંધીનગરના સૂત્રોએ […]

ઉચ્ચ અભ્યાસ બાદ શોર્ટકટમાં નાણા કમાવવા ગુનાખોરીમાં પ્રવેશનારા 3 આરોપીઓ ઝબ્બે

લખનૌઃ કાનપુરમાં નકલી ચલણી નોટો છાપવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને એક ગેંગને ઝડપી લીધી હતી. ગેંગમાં પીએચડી અને બીટેકનો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે બોગસ ચલણી નોટ પ્રકરણમાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા. કાનપુર ક્રાઈમબ્રાન્ચ અને ગોવિંદનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કરીને ગેંગના […]

ગુજરાતમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ પેરા મેડિકલની 16000થી વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયરિંગની જ નહીં પણ પેરા મેડિકલ સહિતના કોર્ષમાં પણ બેઠકો ખાલી રહે છે. વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ સરળતાથી નોકરી કે રોજગારી મળે એવા કોર્ષ પસંદ કરતા હોય છે. દરેક ફેકલ્ટીમાં બેઠકો વધતા માગ ઘટવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં ફિઝિયોથેરાપી, નર્સિંગ સહિતની પેરા મેડિકલની બેઠકો પરની પ્રથમ રાઉન્ડની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશ માટે 8મી ઓક્ટોબરે પરીક્ષા, 124 જગ્યા માટે 1100 અરજી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તારીખ 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે. પીએચડીમાં  જુદા જુદા વિષયોમાં કુલ 124 જગ્યાઓ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code