Site icon Revoi.in

ઓપરેશન ગંગા- એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ 249 વિદ્યાર્થીઓને લઈને વહેલી સવારે દિલ્હી પહોંચી

Social Share

 

દિલ્હીઃ- રશિયા એ યુક્રન પર કરેલા હુમલા બાદ ભારત સરકાર ત્યા ફસાયેલા નાગરિકોને પરત લાવવાનું મિશન લચાલી રહી છે.યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભારતે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. દરમિયાન 249 ભારતીય વિદ્યાર્થીઓને લઈને પાંચમી ફ્લાઈટ પણ દિલ્હી પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, પાંચમી ફ્લાઈટ સોમવારે સવારે લગભગ સાડા છ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોને ભારત લાવવામાં આવ્યા છે. આ તમામને રોમાનિયાના બુકારેસ્ટ થઈને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.

રશિયન તરફથી તીવ્ર હુમલાને પગલે યુક્રેનની ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી હતી. દરમિયાન, ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કર્યું. ત્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે રોમાનિયા માર્ગનો આશ્રય લેવાયો હતો. આ મિશન હેઠળ 26 ફેબ્રુઆરીએ 219 લોકોને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. આ પછી 27 ફેબ્રુઆરીએ ત્રણ ફ્લાઈટ્સ લેન્ડ થઈ હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના નિવેદન અનુસાર, વિદ્યાર્થીઓ અને અન્યો સહિત 20 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં રહે છે. ભારતે કહ્યું હતું કે, તમામ ભારતીય નાગરિકોનું સલામત સ્થળાંતર એ અમારો પ્રયાસ છે ત્યારે હવે આ ગંગા મિશનમાં એર ઈન્ડિગોને પણ સામેલ કરવામાં આવશે.

Exit mobile version