Site icon Revoi.in

બ્રિટેનમાં સામાન્ય દેખાતી મૂર્તિઓએ વૃદ્ધ દંપતિને બનાવી દીધું કરોડપતિ

Social Share

દિલ્હીઃ કેટલાક લોકો જૂની ચીજોનો સંગ્રહ કરે છે. આ માટે તેઓ મોટી કિંમત પણ ચુકવવા તૈયાર રહે છે. વર્ષો જૂની મૂર્તિઓ, સિક્કા અને અન્ય વસ્તુઓ ઉંચી કિંમતમાં વેચાય છે. ક્યારેક-ક્યારેક તેની કિંમત એટલી વધારે હોય છે કે, જેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ઈંગ્લેન્ડમાં એક વૃદ્ધ દંપતિના ઘરમાં બે વર્ષો જૂની મૂર્તિઓ પડી હતી. દંપતિ આ મૂર્તિ વેચવા માંગતા હતા અને તેની હરાજીનો નિર્ણય કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઈંગ્લેન્ડના સફોકની છે જ્યાં એક વૃદ્ધ દંપતિ તાજેતરમાં જ પોતાનું ઘર બદલી રહ્યાં હતા. આ દરમિયાન સામાન પેક કરતા ગાર્ડનમાં રાખેલી સ્ફીનિક્સની બે જૂની મૂર્તિઓ ઉપર નજર પડી હતી. દંપતિએ આ મૂર્તિને વેચવાનો નિર્ણય લીધો હતો. દંપતિએ મૂર્તિ લગભઘ 15 વર્ષ પહેલા રૂ. 30 હજારમાં ખરીદી હતી. જેને તેમણે શો-પીસની જેમ પોતાના ગાર્ડનમાં સજાવી રાખી હતી. દંપતિએ ઘર બદલતી વખતે આ મૂર્તિઓને વેચવાનો નિર્ણય કર્યો હતો.

દંપતિએ મૂર્તિઓની હજારી માટે એક મેંડર ઓક્શનર્સ સાથે વાત કરી હતી. તેમણે મૂર્તિઓની તપાસ કરીને કહ્યું કે, આ મૂર્તિ ઘણી જૂની છે અને દૂર્લભ છે. મૂર્તિઓની કિંમત રૂ. 20 હજારથી બોલી શરૂ કરી હતી અને રૂ. 2 કરોડમાં ખરીદવામાં આવી હતી. ઓક્શનનું આયોજન કરનારા જેમ્સ નામને શખ્સે કહ્યું કે, ખરીદારોને ખબર ન હતી કે, મૂર્તિ કેટલી જૂની છે. આ મૂર્તિ પાંચ હજાર વર્ષ પહેલી હોવાનું મનાય છે. આ મૂર્તિ મિશ્રની છે. મૂર્તિઓના માલિક તેની આટલી ઉંચી મળતા ચોંકી ઉઠ્યાં હતા. તેમણે ક્યારેય વિચાર્યુ ન હતું કે, આ મૂર્તિની આટલી ઉંચી કિંમતમાં વેચાશે.