Site icon Revoi.in

ડાંગમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન

Social Share

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”નું આયોજન ડાંગ જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિલમબેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”મા વિદ્યાર્થીઓ પોતાનુ સ્ટાર્ટ-અપ શરુ કરી પોતે નોકરીદાતા બને એ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યાં હતા.

વિદ્યાર્થીઓ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન વિશે માહિતગાર થાય તથા તેમનામાં રહેલ શારીરિક અને માનસિક કુશળતાનો વિકાસ થાય તે હેતુસર તેમને સફળ સ્ટાર્ટ-અપ અંગેની ફિલ્મો બતાવવામાં આવી હતી, તથા ઘણા વિદ્યાર્થીઓએ ગત વર્ષે Student Startup& Innovation Policy અંતર્ગત થયેલ કાર્યક્રમો થકી તેમને થયેલ લાભ અંગેના પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા.

2021-22માં Student Startup & Innovation Policy અતર્ગત પ્રશંસનીય કામગીરી કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. કોલેજના Student Startup & Innovation Policy ના કો-ઓર્ડીનેટર ડો. સચીન મેહતા અને ડૉ. સિધાર્થ મસ્કે નામાર્ગદર્શન હેઠળ કુલ 125 થી વધુ વિદ્યાર્થીઓ આ ફેસ્ટીવલમા જોડાયા હતા.

કોલેજ આચાર્ય ડૉ. યુ.કે. ગાંગુર્ડે દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે આત્મ નિર્ભર બને અને SSIP 2.0 દ્વારા તેમને કઈ રીતે મહત્તમ લાભ થાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.