Site icon Revoi.in

લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં રાજદૂત બનશે- સેનેટ સમિતિએ નામાકંનની આપી મંજૂરી આપી

Social Share

દિલ્હીઃ-  ભારતમાં અમેરિકી  રાજદૂત માટે લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટ્ટીનાનામપ પર મ્હોર લાગી ચૂકી છે જેઓને યુએસ કોંગ્રેસ (સંસદ)ના ઉપલા ગૃહ સેનેટની ફોરેન રિલેશન કમિટીએ આ  નામને મંજૂરી આપી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ર, સેનેટ કમિટીએ ગાર્સેટીની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમજ તેમનું નામ સેનેટમાં મોકલવામાં આવ્યું છે.વિતેલા દિવસને બુધવારે 13-8ના માર્જિનથી ગાર્સેટ્ટીના નામાંકનને મંજૂરી આપી હતી. રિપબ્લિકન સેનેટર્સ ટોડ યંગ અને બિલ હેગર્ટીએ પણ ગારસેટીની તરફેણમાં મતદાન કર્યું હતું.

યુએસ પ્રમુખ જો બાઈડેને જુલાઈ 2021 માં ગાર્સેટ્ટીને ભારતમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. ફોરેન રિલેશન કમિટીએ જાન્યુઆરી 2022માં જ તેમના નામને મંજૂરી આપી દીધી હતી, પરંતુ તેમનું નોમિનેશન એક વર્ષથી લટકી રહ્યું છે. જો કે હવે તેમના નામને મંજૂરી અપાઈ છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમે આજે સેનેટ તરફથી કાર્યવાહી જોઈ. અમે તેની હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ. અમેરિકાને ભારતમાં કાયમી રાજદૂતની જરૂર છે. જો કે, ચાર્જ ડી અફેર્સ સહિત ભારતમાં ગ્રાઉન્ડ પર અમારી ટીમે અસાધારણ કામ કર્યું છે.પ્રાઈસે કહ્યું કે કાયમી રાજદૂત રાખવા બંને દેશોના હિતમાં રહેશે. અમે આશા રાખીએ છીએ કે ભાવિ એમ્બેસેડર એરિક ગારસેટી ટૂંક સમયમાં આ પદ સંભાળી શકશે. તેમણે કહ્યું કે વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જે ભારત જેવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને મૂલ્યવાન દેશમાં બે વર્ષથી વધુ સમય માટે રાજદૂતનું પદ ખાલી રાખતું હોય. 

Exit mobile version