Site icon Revoi.in

જાણો શિમલા -મનાલી સિવાયના બિહારમાં આવેલા આ હિલસ્ટેશનો વિશે, જેનું ઘાર્મિક મહત્વ પણ છે

Social Share

હિલ સ્ટેશનનું નામ આવે એટલે આપણા માનસપટ પર વહેલા જ શિમલા અને મનાલી છવાઈ જાય છે,જો કે ભારતમાં ઘણા એવા હિલ સ્ટેશનો આવેલા છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખરબ હશે શિમલા અને મનાલી બરફ વર્ષાને કારણે જાણીતું છે એના સિવાય ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ સારા હિલસ્ટેશનો આવ્યા છએ જ્યા તમે કુદરતી વાતાવરણની મજા માણી શકો છો, તો ચાલો જાણીએ આ હિલસ્ટેશનો વિશે.

બિહાર – રાશિલા ટેકરી

બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિરથી થોડે દૂર રામશીલા ટેકરી આવેલી છે. મંદિરની નજીક હોવાથી, આ હિલ સ્ટેશન બિહારના ટોચના હિલ સ્ટેશનોમાંથી એક છે. આ હિલ સ્ટેશનનું ધાર્મિક મહત્વ ઘણુ  છે. ભગવાન શ્રીરામે અહીં પિંડ દાન કર્યું હતું, તેથી લોકો અહીં પિંડ દાન પણ કરવા માટે આવે છે. અહીં ભગવાન શ્રી રામ, સીતા માતા અને હનુમાનજીને સમર્પિત મંદિર પણ છે.

બિહાર – પ્રીતશીલા ટેકરી 

પ્રીતશિલા ટેકરી આ પહાડી બિહારના ગયાથી માત્ર 12 કિલોમીટર દૂરીએઁ આવેલું સુંદર સ્થળ છે.  ફરવાના શોખીન છો તો આ તમારા માટે  બ્સેટ ઓપ્શન  છે. આ સ્થળ પર બિહારથી જ નહીં પરંતુ ભારતના અન્ય ભાગોમાંથી પણ પ્રવાસીઓ આવે છે. આ ટેકરીની નીચેથી બ્રહ્મકુંડ તળાવ વહે છે. અહીં અહિલ્યાબાઈનું મંદિર પણ છે. ઘણી વખત લોકો અહીં પિંડદાન કરતા પણ જોવા મળે છે.ઘાર્મિક મહત્વની સાથએ અહી હિલસ્ટેશનની મજા એલગ જ છે.

બિહાર- ગુર્પા પીક 

ગુર્પા પીક ગયાનું આ હિલ સ્ટેશન ગુરપા ગામમાં આવેલું છે. ગુરપા શિખરને ગુરપા ગામના સ્થાનિક લોકો કુક્કુટપદગીરીના નામથી પણ ઓળખે છે. બિહારનું આ હિલ સ્ટેશન સુંદર હિન્દુ મંદિરો માટે જાણીતું છે. જો તમે કોઈ શાંત જગ્યાએ ફરવા જવા માંગતા હોવ તો ગુરપા હિલ સ્ટેશન શ્રેષ્ઠ સ્થળ છે.અહી તમે પિકનીક માટે પણ આવી શકો છો.