Site icon Revoi.in

OTT પ્લેટફોર્મની બેઠકમાં મંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણી, OTT એ તમામ ધર્મ અને સંસ્કૃતિનું કરવું જોઈએ સન્માન

Social Share

દિલ્હીઃ- ઓટીટી પ્લેચફોર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે આવી સ્થિતિમાં તેની સામગ્રીને લઈને પણ ઘણી વખત વિવાદ સર્જાયો છે ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ ઓટીટી પ્લેટફોર્મને કડક સંદેશ આપ્યો છે. મંત્રી ઠાકુરે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારી સમાજનું અપમાન કરવાની મંજૂરી આપી શકાય નહીં.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે ‘ઓવર ધ ટોપ’ મીડિયા પ્રસારણકર્તાઓને જણાવ્યું હતું કે સરકાર સર્જનાત્મક અભિવ્યક્તિના નામે ભારતીય સંસ્કૃતિ અને સમાજને બદનામ કરવા દેશે નહીં. અનુરાગ ઠાકુરે ઓટીટી પ્લેટફોર્મના પ્રતિનિધિઓની બેઠક દરમિયાન આ વાત કહી. તેમણે ઓટીટી પ્રસારણકર્તાઓને પ્રચાર અને વૈચારિક પૂર્વગ્રહ માટે પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.
અનુરાગ ઠાકુરે કહ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય આ લક્ષ્યને હાંસલ કરવા માટે જોડાણો અને સંપર્કોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મની જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે તેમના પ્લેટફોર્મ પરથી સર્જનાત્મક અભિવ્યક્તિના નામે અશ્લીલતા પીરસવામાં ન આવે.
એટલું જ નહી નુરાગ ઠાકુરે પશ્ચિમી પ્રભાવ અને ઓટીટી દ્વારા ભારતીય ધર્મો અને પરંપરાઓના નબળા ચિત્રણ પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઓટીટી પ્રતિનિધિઓને આ ચિંતાઓને દૂર કરવા માટે પખવાડિયાની અંદર ઉકેલો સૂચવવા કહ્યું. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ ભારતની સામૂહિક ચેતના અને તેની વિવિધતા વિરુદ્ધ કામ કરી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે દેશમાં  ઓટીટી પ્લેટફોર્મ માટે ઘણી સંભાવનાઓ છે અને અહીં આ ઓટીટી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ભારતની વસ્તી 140 કરોડ છે અને તેમાં અડધાથી વધુ યુવાનો છે. આ ઓટીટી પ્લેટફોર્મ યુવાનોને ધ્યાનમાં રાખીને વાર્તાઓ બનાવે છે. ઘણી વખત તેમની સામગ્રી પર વિવાદ થાય છે.લોકો વિરોધ કરે છે જેને લઈને મંત્રી દ્રારા ચેતવણી આપવામાં આવી છે કે આ પ્લેટફઓર્મે તમામ ઘર્મની સંસ્કૃતિનું માન સમ્માન જાળવવું જોઈએ