Site icon Revoi.in

ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા વેક્સિનને મળી શકે છે મંજુરી – આ અંગે સરકાર અઠવાડીયામાં લેશે નિર્ણય

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ ફેલાવ્યો છે, કોરોનાથી બચવા માટે હવે એક માત્ર પાય કોરોનાની વેક્સિન છે જેની તુરતા સાથે અનેક લોકો રાહ જાઈને બેઠા છે ત્યારે હાલ તો કેચલીક વેક્સિન પરિક્ષણ હેઠળ જોવા મળી રહી છે,વિશ્વની વાત કરીએ તો રશિયા, બ્રિટન અને અમેરિકામાં વેક્સીનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે ત્યારે હવે ભારત દેશમાં પણ ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા વેક્સિનને સરકરા ઈમરજન્સિના ઉપયોગ માટે મંજુરી આપી શકે છે.

મળતી માહિતી પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્રારા બનાવવામાં આવેલી વેક્સીનને ભારત સરકાર તરફથી આવતા અઠવાડીયે મંજૂરી મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે,  સ્થાનિક નિર્માતા દ્વારા જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવ્યા બાદ સરકારથી આ અંગે પરવાનગીનો વિચાર કરાશે.

દેશમાં વધતો કોરોનાના પ્રકોપને લઈને ભારત સરકાર સતત વેક્સિન બાબતનું કાર્ય ઝડપથી કરી રહી છે, આ સાથે જ જોન્યુઆરીથી વેક્સિન આપવાનું કાર્ય શરુ કરવામાં આવનાર છે,આ સાથે જ સરકાર હવે લોકોના ગિત માટે ફાઇઝર ઇન્ક. અને સ્વદેશી કંપની બાયોટેક દ્વારા નિર્માણ પામેલી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ બાબતે વિચારી રહી છે, આ પહેલા દેશમાં એસ્ટ્રાજેનેકાના 54 કરોડ ડોઝ બનાવવામાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં વેક્સીનનું નિર્માણ સીરમ ઈન્સિટ્યૂટની સાથે મળી કરી રહી છે. દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા SIIએ હજે તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે. આ સાથએ જ માહિતી નળી છે કે, સરકાર ફાઇઝર પાસેથી વધુ માહિતીની પ્રતિક્ષા કરી રહ્યા છે.

ફઆઈઝરની વેક્સિનને બ્રિટનમાં સૌ પ્રથમ મંજુરી મળી અહીં કોરોના વેક્સીન સામાન્ય લોકો માટે પણ હવે ઉપલબ્ધ હશે. દવા કંપની ફાઇઝર અને બાયોએનટેકના કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપનારો બ્રિટન સમગ્ર વિશ્વનો પહેલો દેશ બન્યો છે.

સાહિન-