Site icon Revoi.in

પદ્મ વિભૂષણથી સમ્માનિત ડો.વી શાંતાનું 93 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

Social Share

દિલ્હીઃ- દેશના જાણીતા અને વરિષ્ઠ ઓંકોલોજિસ્ટ અને સાથે જ ચેન્નઈ સ્થિત અદ્યાર કેન્સર સંસ્થા કે જે ગરિબોની સેવા માટે જાણીતી છી તેના પ્રમુખ એવા ડોક્ટર વી શાંતાનું 93 વર્ષની વયે આજરોજ મંગળવારની  સવારે અવસાન થયું છે. વર્ષ. 2005 માં તેમને ‘રેમન મેગ્સેસે એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, ભારત સરકારે તેમને વર્ષ 2015 માં પદ્મવિભૂષણથી પણ નવાજ્યા હતા.

‘નોબેલ પારિતોષિક’ વૈજ્ઞાનિક એસ. ચંદ્રશેખર તેમના મામા અને પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા અને નોબેલ વિજેતા સી.વી. રમણ તેમના નાના  નાભાઈ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.શાંતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

ગઈકાલે સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ ડો.શાંતાને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી ત્યાર બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કેન્સર સંસ્થાના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે તેમણે મંગળવારે વહેલી સવારે 3.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને ઓલ્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં લઈ જવામાં આવ્યો છે, જે તેમણે તેમના માર્ગદર્શક ડો. કૃષ્ણમૂર્તિની સાથે બનાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યરક્ત કર્યું

ડો.શાંતાના અવસાન પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું  કે, ‘ડો. શાંતાને ઉચ્ચ ગુણવત્તાની કેન્સર સંભાળની દેખરેખ કરવાના તેમના શ્રેષ્ઠ પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે. ચેન્નઈના અદ્યારમાં આવેલી કેન્સર સંસ્થા ગરીબ અને દલિતોની સેવા કરવામાં મોખરે રહી છે. મને ઇન્સ્ટિટ્યૂટની 2018 ની મુલાકાત યાદ છે. ડોક્ટર વી શાંતાના અવસાનથી હું દુઃખી છું. ઓમ શાંતિ.

સાહનિ-

Exit mobile version