Site icon Revoi.in

બાલાકોટમાં આતંકી કેમ્પને ફરીથી પાકિસ્તાને કર્યો સક્રિય, 500 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં : જનરલ બિપિન રાવત

Social Share

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે કહ્યુ છે કે પાકિસ્તાને તાજેતરમાં બાલાકોટને ફરીથી સક્રિય કરી દીધું છે અને લગભગ 500 ઘૂસણખોરો ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે.

અધિકારી પ્રશિક્ષણ એકેડેમીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાને તાજેતરમાં બાલાકોટને ફરીથી સક્રિય કર્યું છે. તેનાથી ખુલાસો થાય છે કે બાલાકોટ પ્રભાવિત થયું હતું. તે ક્ષતિગ્રસ્ત અને નષ્ટ થયું હતું. માટે લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને હવે તે ફરીથી સક્રિય થઈ ગયા છે.

જનરલ રાવતે કહ્યુ છે કે લગભગ 500 ઘૂસણખોરો ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. સેનાધ્યક્ષ જનરલ રાવતે કહ્યુ છ કે ભારતીય વાયુસેનાએ કેટલાક પગલા ઉઠાવ્યા છે અને હવે ત્યાં તેમને લોકોનો ટેકો પ્રાપ્ત થયો છે. તેની સાથે જ કાશ્મીરના મુદ્દા પર તેમણે કહ્યુ છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. ત્યાંના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી.

મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના જવાનોને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરવાના જવાબમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ ખાતે આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો.