Site icon Revoi.in

પાકના સંરક્ષણ મંત્રીનો દાવો- પૂર્વ પીએમ ઈમરાન ખાને ભાતર તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી નાખ્યો

Social Share

પાકિસ્તાનઃ- તાજેતરમાં પાકિલસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાન ઘણા ચર્ચામાં છે,કોઈને કોઈ બાબતે તેઓ વિવાદમાં સપડાય છે, ત્યારે હવે તેમના પર વધુ એક વિવાદ સર્જાયો છે.પાકિસ્તાનાજ મંત્રીએ તેમને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ઈમરાન ખાને ક્રિકેટ રમતા ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી દીધો હતો. તેને પાકિસ્તાનની ટીમમાં સારૂ પ્રદર્શન કરવા બદલ મેડલ મળ્યો હતો.

ઈમરાન ખાન પર સરકારી ખજાનામાંથી ભેટો વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો , જેના માટે વર્તમાન સરકાર અને તેના મંત્રીઓ સતત તેમના પર પ્રહારો કરી રહ્યા ,ઉલ્લેખનીય છે કે  ઈમરાન ખાન હવે ગિફ્ટ ખરીદવાને લઈને વિવાદમાં રહેતા હોય છે. જેમાં તેમના હાથમાં પહેરેલી મોંઘી ગ્રેફની ઘડિયાળ પણ સામેલ છે. જે તેમણે વડાપ્રધાન તરીકે તોષાખાનામાંથી રાહત ભાવે મેળવી હતી અને નફામાં વેચી દીધી હતી.

વિતેલા દિવસને સોમવારે એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન આસિફે કહ્યું કે ઈમરાન ખાને ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી દીધો. જોકે, ખ્વાજા આસિફે ઈમરાન ખાને કથિત રીતે વેચેલા ગોલ્ડ મેડલ અંગે કોઈ વિગતો આપી નથી.એક સિક્કા કલેક્ટરે દાવો કર્યો હતો કે તેણે ઇમરાન ખાનને ભારત દ્વારા આપવામાં આવેલ મેડલ લાહોરના એક ખાનગી સિક્કાના વેપારી પાસેથી રૂ. 3,000 કરતાં પણ ઓછા ભાવે ખરીદ્યો હતો. લાહોર નજીકના કસુરના રહેવાસી શકીલ અહમદ ખાને એક ટેલિવિઝન ચેનલ પરના ટોક શોમાં ભાગ લેતી વખતે આ દાવો કર્યો હતો. શકીલે કહ્યું કે મેં 2014માં 3 હજાર રૂપિયામાં છ કે સાત મેડલ લીધા  હતા.

આ વિવાદ ત્યારે વધી ગયો જ્યારે એક બિઝનેસમેને દાવો કર્યો કે તેણે ઈમરાન ખાનની પત્નીના મિત્ર પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ઘડિયાળ ખરીદી હતી. આ સ્ટેન્ડ ઈમરાન ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સ દ્વારા આપવામાં આવ્યું હતું.