Site icon Revoi.in

પાક.ના આતંકવાદી સંગઠનો ઈસ્લામના નામે કાશ્મીરી યુવાનોને ગેર માર્ગે દોરે છેઃ ત્રાસવાદીની પત્નીએ કર્યો ખુલાસો

Social Share

દિલ્હીઃ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હિઝબુલ આતંકવાદીની પત્ની રઝિયા બીબીએ પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ-કાશ્મીરની રહેવાસી રઝિયા બીબીએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ઈસ્લામના નામે ગેરમાર્ગે દોરે છે અને પરિવારો અને બાળકોના જીવનને અંધકારમાં ધકેલે છે. રઝિયા બીબીનો જન્મ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં થયો હતો અને તેને નાની ઉંમરમાં પાકિસ્તાન લઈ જવામાં આવી હતી. ત્યાં તેના લગ્ન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી સાથે થયા હતા. જો કે, તેના લગ્નના થોડા સમય પછી, તેના પતિ 2018 માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં માર્યો ગયો હતો.

રઝિયા બીબી તાજેતરમાં જ તેના બાળકો સાથે ભારત પરત આવી હતી અને કહ્યું હતું કે ભારત પરત આવવું એ તેમના દ્વારા લેવામાં આવેલો શ્રેષ્ઠ નિર્ણય છે. ભારત પરત ફરેલી રઝિયાએ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કર્યો અને કહ્યું, ‘મારા પતિના મૃત્યુ પછી તેઓએ (હિઝબુલ મુજાહિદ્દીન) એક વર્ષ સુધી પૈસા આપ્યા પણ પછી બંધ કરી દીધા હતા. મારા માટે ઘર  ચલાવવું મુશ્કેલ હતું. કેટલાક પૈસા કમાવવા માટે બીજાના ઘરના કામ કરવાનું શરૂ કર્યું હતું.રઝિયાએ વધુમાં કહ્યું કે કેટલાક દિવસોથી અમારી પાસે ખાવા માટે ભોજન ન હોતું. તે અમારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. મારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીને મને રાત્રે ઊંઘ આવતી ન હતી. હું કહેવા માંગુ છું કે મારો પરિવાર જે તબક્કામાંથી પસાર થયો છે તેમાંથી કોઈએ પસાર થવું ન જોઈએ.

રઝિયાએ વધુમાં કહ્યું, ‘થોડા મહિના સુધી પૈસા ન હોવાથી મેં પાકિસ્તાન છોડીને ભારત પરત ફરવાનું નક્કી કર્યું હતું. મિત્રોની મદદથી હું પાસપોર્ટ બનાવી નેપાળ બોર્ડર થઈને ભારત આવી છું. અમે ન્યૂ ઈસ્લામાબાદથી કતાર અને પછી કતારથી કાઠમંડુની ફ્લાઈટ પકડી હતી.રઝિયા બીબીએ કહ્યું કે કાઠમંડુથી અમે દિલ્હી અને પછી શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગર પહોંચીને મેં મારા પિતાને ફોન કર્યો હતો. રઝિયાએ કહ્યું કે, તેને પૂછપરછ માટે ચાર દિવસ કાશ્મીરના પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું હતું. શરૂઆતમાં હું ખૂબ ડરી ગઈ હતી અને વિચારતી હતી કે આપણું શું થશે. જો કે, પોલીસ કર્મચારીઓએ મારી અને મારા બાળકોની સંભાળ લીધી હતી. તેઓએ અમને એવું અનુભવવા ન દીધું કે અમે પોલીસ સ્ટેશનમાં છીએ. રઝિયાએ કહ્યું કે ભારતીય સેનાના જવાનોનું વર્તન ઘણું સારું હતું. મને ખુશી છે કે હું ભારત પાછી આવી છું.