Site icon Revoi.in

પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને ફેમા હેઠળ નોટિસ

Social Share

પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનના નામે નવો વિવાદ સામે આવી ગયો છે. રાહત ફતેહ અલી પર વિદેશી મુદ્રાની તસ્કરીનો આરોપ લાગ્યો છે. ઈડીએ ગાયક રાહત ફતેહ અલી ખાનને નોટિસ પણ જાહેર કરી છે. તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી છે.

રાહત ફતેહ અલીને ફેમા હેઠળ નોટિસના મામલામાં આવી રહેલા મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાની સિંગરને ત્રણ લાખ 40 હજાર અમેરિકન ડોલર ગેરકાયદેસર રીતે કમાયા છે. જણાવવામાં આવે છે કે તેમણે આ રકમમાં સામેલ બે લાખ 25 હજાર ડોલરની કથિત તસ્કરી કરી છે.

પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલીના પુત્ર રાહત ફતેહ અલીનું નામ પહેલા પણ ઘણું વિવાદોમાં રહ્યું છે. આઠ વર્ષ પહેલા 2011માં રાહત ફતેહ અલીને દિલ્હી ખાતેના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવા લાખ ડોલરની સાથે પકડવામાં આવ્યા હતા. ત્યારે ઝડપાયેલી રકમને લઈને રાહત ફતેહ અલી કોઈ દસ્તાવેજ દેખાડી શક્યા ન હતા.