Site icon Revoi.in

પાકિસ્તાન પણ તિરંગો લહેરાતો જોઈ શકશે – જમ્મુ કાશ્મીર એલઓસી પાસે 140 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો

Social Share

 

શ્રીનગરઃ – દેશના કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરતું રહેતું હોય છે,જો કે સેના દ્વારા સતત આતંકીઓની નાપાક હરતકને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે, ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીર એલઓસીની નજીક કુપવાડા જિલ્લાના માચલ ગામમાં કાશ્મીર ખીણનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ રાષ્ટ્રીય ધ્વજ 140 ફૂટ ઊંચા ધ્રુવમાં ત્રિરંગાનું કદ 56 બાય 37 ફૂટ છે. જેને અંદાજે  સાડા સાત કિલોમીટર દૂરથી જોઈ લહેરાતો જોઈ શકાય છે. જિલ્લાનું માચલ ગામ દૂરના વિસ્તારમાં આવેલું છે. આ ગામ સામાન્ય રીતે આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહેતું હોય છે.

ઉલ્લેખનીય છે કે સંકટના સમયે અહીંના લોકો દેશની સાથે ઊભા રહે  છે,દેશની ર્કષામાં પોતાનો ફાળો આપે છે. આ કારણથી અહીંના લોકોને આજીવિકાના સાધનો પૂરા પાડવા અને આ વિસ્તારને વિશ્વ પ્રવાસનના નકશા પર લાવવા એ સમયની જરૂરિયાત બની છે.

સૌથી મહત્વની બાબત એ છે કે કાશ્મીરના લોકોને બાકીના ભારતની નજીક લાવવા અને તેમનામાં સંબંધની ભાવના વિકસાવવામાં આવી રહી છે .કેન્દ્ર દ્વારા સતત કાશ્મીરને સામાન્ય સ્થિતિ સહજ બનાવવાના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે,જેના રુપે તાજેતરમાં જ ગુૃમંત્રી શાહએ અહીની મુલાકાત કરી હતી.

માછલના લોકો નિર્ભય દેશભક્ત અને લશ્કરી ટેકા સમાન જોવા મળે છે. આ પ્રયાસ હેઠળ, આઝાદી પછી પ્રથમ વખત આ ખીણમાં  એનસીસીની શરૂઆત કરવામાં આવી હતી. માચલ ખાતે ખીણનો સૌથી મોટો અને સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાથી આ દૂરસ્થ પ્રદેશમાં રાષ્ટ્રીય ઉત્સાહ જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં આત્મીયતાની ભાવના પણ આવશે. રાષ્ટ્રધ્વજની આસપાસના વિસ્તારમાં લેન્ડસ્કેપિંગનું કામ પણ ચાલી રહ્યું છે. ભારતનો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી ભવિષ્યમાં ઉજવણી દરમિયાન એકત્ર થવા માટે પૂરતી જગ્યા મળી રહે અને પર્યટન તરીકે આ વિસ્તારને જોઈ શકાય. ‘