Site icon Revoi.in

પાકિસ્તાને 136 ભારતીય તીર્થયાત્રીઓને આપ્યા વિઝા – સતગુરુ સંત શાદારામ સાહેબની 313મી જન્મજયંતિમાં લેશે ભાગ

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાનમાં આવેલા હિન્દુ ઘર્મના તીર્થ સ્થાનો પર ભારતીય શ્રદ્ધાળુંઓની મુલાકાત લેવાની  ઈચ્છાોનો અંત આવ્યો છે,પાકિસ્તાને વિતેલા દિવસને બુધવારે 136 ભારતીય શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે વિઝા આપ્યા છે.

પાકિસ્તાન હાઈ કમિશને કહ્યું, “હિન્દુ અને શીખ તીર્થયાત્રીઓને તીર્થયાત્રાના વિઝા આપવાનું પાકિસ્તાન સરકારના ધાર્મિક સ્થળોની મુસાફરીની સુવિધા આપવાના પ્રયત્નોને  અનુરૂપ છે.” તે તમામ ધર્મોના ધાર્મિક સ્થળો માટે પાકિસ્તાનના આદર અને આંતર-ધાર્મિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને પણ પ્રતિબિંબિત કરે છે.

આ મામલે પાકિસ્તાન હાઈ કમિશને બુધવારે માહિતી જારી કરીહતી. હાઈ કમિશને કહ્યું કે ભારતીય તીર્થયાત્રીઓનું એક જૂથ સિંધમાં શાદાની દરબાર હયાત પિતાફી ખાતે શિવ અવતાર સતગુરુ સંત શાદારામ સાહેબની 313મી જન્મજયંતિ સંબંધિત ઉજવણીમાં ભાગ લેવા 4 થી 15 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન જઈ રહ્યું છે.

નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશને 136 ભારતીય હિન્દુ તીર્થયાત્રીઓને પાકિસ્તાનમાં તેમના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે વિઝા આપ્યા,” હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું. ત્રણસો વર્ષથી પણ વધુ જૂનો શાદાની દરબાર વિશ્વભરના હિન્દુ તીર્થયાત્રીઓ માટે પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. શાદાની દરબારની સ્થાપના વર્ષ 1786 માં સંત શાદારામ સાહેબ દ્વારા કરવામાં આવી હતી.અહીંની હિન્દુસ્તાનીઓ મુલાકાત લેતા હોય છે